Mouth Ulcer: મોટા ભાગના લોકોએ મોઢાના ચાંદાની તકલીફ સહન કરી જ હશે.  મોઢામાં ચાંદા પડે તો કોઈપણ વસ્તુ ખાવામાં પણ તકલીફ પડે છે. ઘણી વખત ચાંદા એટલા વધી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. મોંમાં ચાંદા પડવાની સમસ્યા મોટાભાગે શરીરમાં વિટામિન સી, વિટામિન બી વગેરેની ખામીના કારણે થાય છે. જો તમે પણ મોઢામાં ચાંદાની સમસ્યાથી પરેશાન છો કેટલાક ફળ રોજ ખાવાનું રાખો. આ ફળ ખાવાથી શરીરમાં ઠંડક રહે છે.
 
આ પણ વાંચો:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Onion Benefits: રોજ એક ડુંગળી ખાવાથી બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં, શરીરને થશે ફાયદા


કાકડી ખાધા પછી તુરંત ન પીવું પાણી, ટેવ હોય તો તબીયત બગડે તે પહેલા બદલી દો આદત


Besan Roti: ચણાના લોટની રોટલી ખાવાની કરો શરુઆત, વજન ઘટાડવાથી લઈ આ સમસ્યાઓમાં થશે લાભ
 


ટમેટા - ટમેટા ખૂબ જ ગુણકારી હોય છે તે મોઢાના ચાંદાને દુર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં વિટામિન સી ભરપુર પ્રમાણમાં હોય છે.  જો તમે મોઢામાં ચાંદાથી પરેશાન છો તો તમારે દરરોજ ટમેટા ખાવા જોઈએ. તેનાથી તમે મોઢાના ચાંદાથી છુટકારો મેળવી શકો છો.
 


આમળા - આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમને વારંવાર મોઢામાં ચાંદાની સમસ્યા થાય છે તો તમારે રોજ આમળા ખાવા જોઈએ. આ કારણ છે કે આમળામાં વિટામિન સી હોય છે જે તમને મોઢાના ચાંદાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
 


ચીકુ - ચીકુનું સેવન પણ ચાંદામાં ફાયદાકારક છે. કારણ કે તેમાં સારી એવી માત્રામાં ફાઈબર હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી મોઢાના ચાંદાથી છુટકારો મળે છે. તેથી જો તમે અલ્સરની સમસ્યાથી પરેશાન છો તો ચીકુનું સેવન કરી શકો છો.
 


તરબૂચ - મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે તરબૂચનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચનું સેવન કરવાથી ફાયદો થાય છે. કારણ કે તે શરીરની ગરમી ઓછી કરે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)