કુંતલ સોલંકી, નવી દિલ્હીઃ શિયાળાનો સમય છે હેલ્ધી ફૂડ ખાવાનો સમય. આ ચાર મહિના દરમિયાન એવા ઘણાં બધા ફૂડ છે જે શરીરને ખુબ જ સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. ડ્રાયફ્રૂટની તો વાત જ શું કરવી. એમાં પણ જો કિશમિશ જેવું સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ તમને અનેક ફાયદા કરાવે છે અને એ પણ થોડા દાણા રોજ સવારે ખાવાથી તો તમે ખાઓ કે નહીં?કેમ ન ખાઈએ. ચાલો આજે જાણીએ કિશમિશ કેમ ખાવી જોઈએ અને એ પણ રોજ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયનું સુધારે છે સ્વાસ્થ્ય
કિશમિશમાં આયર્ન હોય છે જે હૃદય માટે ખુબ જ સારું છે. આયર્નનની મદદથી હૃદયમાં રક્ત સંચાર વધારે સારી રીતે થઈ શકે છે. આથી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ કિશમિશ રોજ લેવી જોઈએ


પાચનશક્તિ કરે છે મજબૂત
કિશમિશમાં રહેલાં ખાસ તત્વો શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. કિશમિશમાં રહેલું ફાઈબર પેટના લેક્સેટિવમાં સારી અસર કરે છે.જેથી સવારે પેટ સાફ આવે છે. આ ઉપરાંત જૂની કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. 


આ પણ વાંચોઃ ઈમ્યુનિટી બુસ્ટર ગણાતું મધ બની શકે છે મીઠું ઝેર, ગુજરાતની લેબમાં થયું નાપાસ


કેન્સરનું જોખમ રોકે છે
કિશમિશમાં એવા પ્રકારનું ઓક્સિડંટ હોય છે.જે કોલોન કેન્સર કે ટ્યૂમરના જોખમને ઓછું કરે છે.


આંખોને બનાવે છે તેજસ્વી
પોલિફેનોલિક ફાઈટોન્યુટ્રીઅન્ટ્સની હાજરીને લીધે આંખ માટે  કિશમિશ   અમૃત સમાન ગણાય છે. આ ઉપરાંત કિશમિશ આંખ માટે બીજી રીતે પણ ખુબ સારી માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી


વજન ઘટાડવામાં કરે છે મદદ
ઘણીવાર કસરત કરવાની ઈચ્છા હોવા છતાં શરીરમાં સુસ્તી વર્તાય છે જેથી આપણે કસરત કરી શકતા નથી. પણ કિશમિશમાં રહેલું ફ્રૂક્ટોઝનું ખાસ તત્વ શરીરને ઈન્સ્ટા એનર્જી આપે છે. સવારમાં કિશમિશ ખાધી હોય તો કસરત કરવાની સ્ફૂર્તિ આવે છે. જેથી વજન ઘટાડવામાં પણ કિશમિશ મદદરૂપ થાય છે.


આ ઉપરાંત પણ કિશમિશ ઘણીબધી રીતે શરીર માટે ખુબ જ ઉપયોગી તત્વો ધરાવે છે. રોજ ખાવા છતાં તેની મોટાભાગે કોઈ આડઅસર પણ જોવા મળતી નથી. આથી કિશમિશ દરરોજ ખાવાનું આજથી નક્કી કરી નાખો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube