Healthy Food For Summer: ઉનાળાની શરૂઆતમાં જ ચેતવણી આપી દેવામાં આવી છે કે આ વર્ષે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે. તેવામાં અત્યારથી જ ગરમીથી બચવાના ઉપાય પણ વિચારી લેવા જરૂરી છે. કારણકે વાતાવરણમાં ગરમી વધી જાય તો તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને જો ગરમીનું પ્રમાણ વધારે હોય તો હાર્ટને તકલીફ પડી શકે છે. ગરમી વધી જવાથી હાર્ટને ઝડપથી બ્લડ પંપ કરવું પડે છે. આ ઉપરાંત હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશન જેવી સમસ્યા પણ થઈ શકે છે. આવી તકલીફમાં જે લોકોને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તેમને હાર્ટ એટેક થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ગરમીથી બચવા માટે રોજ ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ અને સાથે જ દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ


આ 4 લક્ષણ જણાવે છે કે તમારી ઇમ્યુનિટી છે નબળી, હોસ્પિટલ જવું ન હોય તો થઈ જાઓ સતર્ક


આ પાંચ સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ન ખાવું કેળું, ફાયદો થવાને બદલે થશે નુકસાન


તરબૂચ - ઉનાળાના દિવસોમાં તરબૂચ વધારે મળે છે કારણ કે આ સિઝન દરમિયાન તરબૂચ ખાવું જરૂરી હોય છે. તરબૂચમાં 92% પાણી હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને સાથે જ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે.


કાળા જાંબુ - ઉનાળા દરમિયાન કાળા જાંબુ પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળા જમવામાં એન્ટિઓક્સિડન્ટ અને ફ્લેબોનોઈડ્સ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. 


પપૈયુ - પપૈયા માં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ, પેપન જેવા કમ્પાઉન્ડ હોય છે. જે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરે છે અને સાથે જ રક્ત કોષિકાઓને પણ સ્વસ્થ રાખે છે.


લીલાપાન વાળા શાકભાજી - ઉનાળા દરમિયાન લીલા પાન વાળા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ કારણકે તેમાં વિટામીન એ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. 


કાકડી - કાકડી પણ એવી વસ્તુ છે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ઉનાળા દરમિયાન કાકડીનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને સાથે જ વિટામીન અને ફાઇબર ની જરૂરિયાતો પણ પૂરી થાય છે. 


લસણ - લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નિયમિત રીતે લસણનું સેવન કરવાથી રક્ત જામતું નથી. તે કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરે છે અને રક્તને પાતળું રાખે છે જેથી હાર્ટ સંબંધિત સમસ્યા ન થાય.