ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ

Silent Heart Attack:કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઇલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે. સાઇલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.

ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ

Silent Heart Attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ વૃદ્ધો નહીં પરંતુ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ અટેક આવે છે અને તેમનું નિધન થઈ જાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેમને કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઇલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે. સાઇલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઇલેન્ટ હાર્ટ અટેકનું જોખમ અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વધી રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાઇલેન્ટ હાર્ટ એટેક નોર્મલ હાર્ટ અટેક કરતાં કેવી રીતે અલગ હોય છે અને તેમાં બચાવ કેવી રીતે કરવો.

આ પણ વાંચો:

શું છે સાઇલેન્ટ હાર્ટ એટેક ? 

સાઇલેન્ટ હાર્ટ એટેકને સાઇલેન્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારના લક્ષણ વિના આવે છે. એટલે કે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ વિના જ હાર્ટ એટેક આવી જાય છે. તેથી જ આ હાર્ટ એટેક વિશે જાણવું પણ મુશ્કેલ છે અને વ્યક્તિ કોઈ સારવાર કરે તે પહેલા જ તેનું નિધન પણ થઈ શકે છે. કારણ કે તેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.. સાઇલેન્ટ હાર્ટ અટેક ક્યારે આવે છે જ્યારે હૃદયમાં પહોંચતું રક્ત બ્લોક થઈ જાય જેના કારણે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે.

સાઇલેન્ટ હાર્ટ એટેકનો જોખમ કોને સૌથી વધારે ? 

સાઇલેન્ટ હાર્ટ અટેક નું જોખમ એ લોકોને સૌથી વધારે હોય છે જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધારે વજન જેવી સમસ્યાઓ હોય. ઘણી વખત કેટલાક રોગના કારણે પણ આર્ટિસ્ટ બ્લોક થઈ જાય છે અને સાઇલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હા સ્વાસ્થ્ય નિષ્ઠાંતો જણાવે છે કે ઘણી વખત લોકો હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી કે ગેસની સમસ્યા સમજીને ઇગ્નોર કરી દેતા હોય છે જે જીવલેણ સાબિત થાય છે. 

આ પણ વાંચો:

સાઇલેન્ટ હાર્ટ અટેક સામે કેવી રીતે બચવું ? 

- સૌથી પહેલા તો આહાર ઉપર ધ્યાન આપો અને આરોગ્ય વસ્તુઓનું સેવન કરો. આહારમાં ફળ, શાકભાજી, ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. 

- આ સિવાય નિયમિત રીતે હળવો વ્યાયામ કરો અને હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

- તમાકુ, ધુમ્રપાન કે દારૂ કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે તેથી વ્યસનને તુરંત જ છોડો. 

- જો તમારું વજન વધારે હોય તો તેનાથી પણ હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે તેથી વજન ઘટાડવા માટે નિયમિત વ્યાયામ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news