પથરી હોય તો આજથી જ પીવાનું શરુ કરો આ હેલ્ધી ડ્રિંક્સ, 7 દિવસમાં પથરી તુટીની નીકળી જશે બહાર
Home Remedy For Kidney Stone: જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમની મદદ કેટલાક જ્યુસ કરી શકે છે. આ ત્રણ હેલ્ધી જ્યુસ પીવાની શરૂઆત કરશો તો પથરી થોડા જ દિવસમાં તૂટી અને પેશાબ વાટે બહાર નીકળી જશે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં આ ત્રણ જ્યુસ નો સમાવેશ કરવો જોઈએ તેનાથી દુખાવાથી રાહત મળે છે અને પથરી પણ તૂટીને બહાર નીકળી જશે.
Home Remedy For Kidney Stone: કિડની સંબંધિત સમસ્યામાં વ્યક્તિને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જો પથરી ની તકલીફ હોય તો તેમાં અસહ્ય પીળા થાય છે. આ દર્દનાક સ્થિતિમાંથી પસાર થતા લોકોએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કોઈપણ વસ્તુ ખાતા પહેલા તેમણે ધ્યાન રાખવું પડે છે કે તે વસ્તુ પથરીના દુખાવાને ટ્રિગર ન કરે. તેવામાં જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમની મદદ કેટલાક જ્યુસ કરી શકે છે. આ ત્રણ હેલ્ધી જ્યુસ પીવાની શરૂઆત કરશો તો પથરી થોડા જ દિવસમાં તૂટી અને પેશાબ વાટે બહાર નીકળી જશે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં આ ત્રણ જ્યુસ નો સમાવેશ કરવો જોઈએ તેનાથી દુખાવાથી રાહત મળે છે અને પથરી પણ તૂટીને બહાર નીકળી જશે.
આ પણ વાંચો:
Elaichi Benefits: જમ્યા પછી એક એલચી ખાવાની પાડો ટેવ, આ 5 સમસ્યાઓ થશે દુર
Fever: તાવથી ધગધગતું હોય શરીર તો તુરંત કરવું આ કામ, ઝડપથી ઉતરશે તાવ
Weight Loss: આ છે વજન ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય, 30 દિવસમાં Fat માંથી Fit થઈ જશો
ટમેટાનો જ્યુસ
પથરી ની તકલીફ જેમને ખૂબ જ પીડા આપતી હોય તેમણે ટમેટાનો જ્યુસ પીવો જોઈએ. આ જ્યુસ બનાવવા માટે બે ટામેટાને સારી રીતે ધોઈ અને તેને પીસી લેવા ત્યાર પછી તેમાં નમક અને મરી ઉમેરીને તેનું સેવન કરવું.
લીંબુનો જ્યુસ
લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે પથરી ની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક વાટકીમાં દહીં લેવું અને તેમાં એક ચમચી લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તમે ઈચ્છો તો દહીં અને લીંબુમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી શકો છો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી કિડનીની પથરી ની તકલીફથી રાહત મળે છે.
તુલસીનો રસ
તુલસીનો રસ પણ પથરીની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે. તેના માટે તુલસીના પાન લઇ તેને બરાબર રીતે સાફ કરી તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી મધ ઉમેરીને સવારે તેમજ સાંજે પીવાનું રાખો. નિયમિત તેને પીવાથી પથરીની સમસ્યાથી રાહત મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)