Low Blood Pressure: જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તમારું બ્લડ પ્રેશર પણ નોર્મલ રહેતું હોય. બ્લડ પ્રેશર વધારે હોય કે ઓછું બંને સ્થિતિ જોખમી છે. સામાન્ય રીતે લોકોને હાઈ બીપી ની ફરિયાદ રહેતી હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને લો બ્લડ પ્રેશરની ફરિયાદ હોય. સામાન્ય બ્લડ પ્રેશર 120 થી 80 જેટલું હોય છે. પરંતુ જ્યારે બ્લડ પ્રેશર 90 થી 60 પર પહોંચી જાય તો તે લો બ્લડ પ્રેશર કહેવાય છે. આવી સ્થિતિમાં હૃદય, મગજ, કિડની, ફેફસા પર પણ ખરાબ અસર થાય છે. કોઈપણ વ્યક્તિને જો બ્લડ પ્રેશર લો રહેતું હોય તો તે આ વસ્તુઓનું સેવન કરીને બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


30 દિવસમાં વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાનું શરુ કરો


Fenugreek Benefits: નિયમિત શેકેલી મેથી ખાવાથી શરીરને થાય છે આ 4 જબરદસ્ત ફાયદા


અંગ દઝાડતી ગરમીમાં પણ પીછો નથી છોડતાં શરદી-ઉધરસ? તો અજમાવો આ ઉપાય


કોફી


જ્યારે તમે લાંબા સમય સુધી કંઈ ખાતા નથી તો બ્લડ પ્રેશર ઘટી જાય છે તેવામાં તુરંત જ કોફી પીવી જોઈએ. તેમાં રહેલું કેફીન બ્લડપ્રેશરને નોર્મલ કરવામાં મદદ કરે છે.


મીઠું


જે લોકોને લો બ્લડપ્રેશર ની ફરિયાદ રહેતી હોય તેમણે મીઠું પણ ખાવું જોઈએ. તેને લીંબુપાણી અથવા તો કોઈ પણ વસ્તુમાં ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને લો બીપી નોર્મલ થાય છે. 


બદામ


બદામથી થતા ફાયદા વિશે તો આજ સુધી તમે પણ જાણ્યું હશે પરંતુ બદામ બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકે તે વાત કદાચ તમે નહીં જાણતા હોય. જો રાતના સમયે બદામને પાણીમાં ઉકાળી અને ઠંડી કરી તેને પીસીને ખાવામાં આવે તો બીપી નોર્મલ રહે છે.


પાણી


શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે પણ બ્લડ પ્રેશર ઘટી જાય છે. સામાન્ય રીતે સ્વાસ્થ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે થી ત્રણ લીટર પાણી રોજ પીવું જોઈએ તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. પાણી ઉપરાંત દિવસ દરમિયાન નાળિયેર, લીંબુ પાણી પણ પી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)