અંગ દઝાડતી ગરમીમાં પણ પીછો નથી છોડતાં શરદી-ઉધરસ? તો અજમાવો આ ઉપાય

Home Remedies For cold and cough: વાતાવરણમાં થતા ફેરફાર, એર કન્ડિશનિંગ અને એલર્જીના કારણે ઉનાળામાં પણ શરદી અને ઉધરસ થઈ શકે છે. હાલ પણ અંગ દઝાડતી ગરમી પડી રહી છે તેવામાં ફ્લુના કારણે અને વાયરલ ઇન્ફેક્શનના કારણે લોકોને શરદી ઉધરસ જેવી સમસ્યાની ફરિયાદ વધી રહી છે.
 

અંગ દઝાડતી ગરમીમાં પણ પીછો નથી છોડતાં શરદી-ઉધરસ? તો અજમાવો આ ઉપાય

Home Remedies For cold and cough: સામાન્ય રીતે શરદી અને ઉધરસનું સમસ્યા ઠંડીના સમયમાં અને વર્ષાઋતુમાં વધારે જોવા મળે છે. પરંતુ ઘણી વખત વાતાવરણમાં થતા ફેરફાર, એર કન્ડિશનિંગ અને એલર્જીના કારણે ઉનાળામાં પણ શરદી અને ઉધરસ થઈ શકે છે. હાલ પણ અંગ દઝાડતી ગરમી પડી રહી છે તેવામાં ફ્લુના કારણે અને વાયરલ ઇન્ફેક્શનના કારણે લોકોને શરદી ઉધરસ જેવી સમસ્યાની ફરિયાદ વધી રહી છે. તેવામાં આજે તમને કેટલાક ઉપાય વિશે જણાવીએ જેને અજમાવીને તમે ગરમીના સમયમાં થતા શરદી ઉધરસને મટાડી શકો છો. 

પૂરતા પ્રમાણમાં પાણી પીવું

ગરમીના દિવસોમાં શરીરની પાણીની જરૂરિયાત વધી જાય છે તેવામાં દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને અન્ય તરલ પદાર્થ પણ લેતા રહેવું. શરીર હાઈડ્રેટ રહેશે તેના કારણે શરીરમાં જામેલો કફ દૂર થાય છે. રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખવું. આ સિવાય કેફીન લેવાથી બચવું.

આ પણ વાંચો: 

પૂરતા પ્રમાણમાં આરામ કરો

શરીરમાં જ્યારે બીમારી હોય ત્યારે આરામની જરૂરિયાત વધી જાય છે. કોઈપણ માણસની સ્વસ્થ રહેવું હોય તો રોજ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જોઈએ. તેવામાં જો તમને શરદી ઉધરસ જેવી ફરિયાદ હોય તો દિવસ દરમિયાન પણ આરામ કરવાનું રાખો. શરીરને વધારે શ્રમ આપવાથી સમસ્યા વધી શકે છે. તેથી શરદી ઉધરસ જેવી સમસ્યા હોય તો આરામ કરવાનું વધારો.

સ્વચ્છતા જાળવો

શરદી ઉધરસ ની સમસ્યા ઘરમાં કોઈને હોય તો સ્વચ્છતા નું વધારે ધ્યાન રાખવું જોઈએ. હાથની સાબુથી વારંવાર ધોવા જોઈએ અને વારંવાર હાથથી ચેહરા નો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય છીંક ખાતી વખતે કે ઉધરસ આવે ત્યારે ડિસ્પોઝેબલ ટિશ્યૂનો ઉપયોગ કરવો જોઈએ. 

ચેકઅપ કરાવી દવા લેવાનું શરૂ કરો

હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે તેવામાં શરદી ઉધરસ ની તકલીફ જો લાંબા સમય સુધી રહેતો ટેસ્ટ કરાવી અને ડોક્ટર પાસે સારવાર કરવાનો પણ સુનિશ્ચિત કરો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news