Healthy Food For Fast: નવરાત્રિનો તહેવાર શરૂ થયો છે અને તેમાં ઘણા ભક્તો ઉપવાસ કરે છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં તો સમસ્યા નથી થતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ નબળાઈ લાગે છે. ગરમી અને તેમાં ઉપવાસના કારણે શરીરમાં નબળાઈ વધે છે. પરંતુ જો તમે આ સમસ્યાથી બચવા ઈચ્છો છો તો ઉપવાસ દરમિયાન કેટલાક ફળ ખાવાનું રાખવું જોઈએ. ઉપવાસ દરમિયાન આ ફળ ખાવાથી તેમાં રહેલા વિટામીન્સ અને મિનરલ્સ બોડીને ઉર્જા આપે છે અને શરીરમાં નબળાઈ આવતી નથી. ગરમી દરમિયાન આ ફળ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ પણ સર્જાતી નથી. તેથી ઉપવાસ કરતા હોય તો ડેઇલી ડાયટમાં આ ફળનો સમાવેશ જરૂરથી કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માઈગ્રેન, પથરી સહિતના શરીરના દુખાવામાં પેનકિલર જેવું કામ કરશે આ ઉકાળો


ડાયાબિટીસના દર્દીઓએ ખાવા જ જોઈએ કાચા કેળા, થાય છે આટલા લાભ


ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ચાર દાળ, ડેઇલી ડાયટમાં લેવાનું કરો શરૂ


કેળા


શરીરમાં શક્તિ જાળવી રાખવા માટે કેળા ખાવા જોઈએ. તેનાથી ભૂખ પણ વારંવાર લાગતી નથી અને એનર્જી વધે છે. જોકે જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે દિવસ દરમિયાન બેથી વધારે કેળા ન ખાવા જોઈએ.


સંતરા


શરીરમાં એનર્જી વધારવાનું કામ સંતરા પણ કરે છે. સંતરા વિટામીન c થી ભરપૂર હોય છે અને તેમાં 84% પાણી હોય છે જેથી તેનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેથી વ્રત ઉપવાસ દરમિયાન સંતરા ખાવા જ જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.


સફરજન


ઉપવાસ દરમિયાન શરીરમાં નબળાઈ ન આવે તે માટે સફરજન ખાવા જોઈએ. સફરજન માં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરની નબળાઈને દૂર કરે છે. સફરજન ખાવા ઉપરાંત તમે તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો તેનાથી શરીરમાં શક્તિ રહેશે અને ઇમ્યુનિટી પણ સારી રહેશે.