રાત્રે રોટલી ખાવી કેટલી યોગ્ય? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધી શકે છે સમસ્યાઓ
આપણામાંથી મોટા ભાગના લોકો રાત્રે પણ ભોજનમાં રોટલી લેતા હોય છે. પરંતુ સવાલ છે કે રાત્રે રોટલી ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે કે રોટલીથી નુકસાન થાય છે. તમે પણ જાણો
નવી દિલ્હીઃ રાત્રે રોટલી ખાવાના નુકસાનઃ શું તમે પણ રાત્રે રોટલી ખાવ છો? તો આપણામાંથી ઘણા લોકોનો જવાબ હા હશે. પરતું શું રાત્રે રોટલી ખાવાથી નુકસાન થઈ શકે છે? તો ડાઇટ એક્સપર્ટનું માનવું છે કે રોટલીમાં કેલેરી અને કાર્બ્સ બંને વધુ હોય છે. તેવામાં રાત્રે રોટલી ખાવી થોડી ભારે પડી શકે છે. આ સિવાય રોટલી જ્યારે શરીરમાં થાય છે તો તેનાથી શુગર નિકળે છે જે સુવા બાદ લોહીમાં મિક્સ થાય છે અને શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
રાત્રે રોટલી ખાવાથી આ નુકસાન થાય છે
1. વજન વધારી શકે છે રોટલી
એક નાની રોટલીમાં 71 કેલેરી હોય છે. જો તમે રાત્રે 2 રોટલી ખાવ તો 140 કેલેરી થાય છે. ત્યારબાદ તમે સલાડ અને શાક પણ સાથે લેશો, જેનાથી તમારા શરીરમાં કાર્બોહાઇડ્રેટ વધશે અને તમારૂ વજન ઝડપથી વધી શકે છે. તેમાં પણ તમે રાત્રે જમ્યા બાદ વોક કરતા નથી તો તમારા માટે વધુ નુકસાનકારક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Covid Effect: કોરોના ગયો પણ કાનમાં બહેરાશ આપી ગયો! શું તમને પણ થઈ છે આવી તકલીફ?
2. શુગર વધારે છે રોટલી
રાત્રે રોટલી ખાવાથી તમારા શરીરમાં શુગરની માત્રા ઝડપથી વધી શકે છે. આ ડાયાબિટીસ અને PCOD ધરાવતા લોકો માટે વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાસ્તવમાં, રોટલી લોહીમાં સુગર સ્પાઇકને વધારે છે જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન પ્રભાવિત થાય છે અને આ શુગર શરીરના અન્ય ભાગોને નુકસાન પહોંચાડે છે.
3. ખરાબ મેટાબોલિઝ્મ
રોટલીમાં સિંપલ કાર્બ છે જે તમારા મેટાબોલિઝ્મને ખરાબ કરી શકે છે. એટલું જ નહીં તે તમારા બોવેલ મૂવમેન્ટને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી રાત્રે રોટલીની જગ્યાએ ફાઇબરથી ભરપૂર ફુડ્સનું સેવન કરો જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે જલદી પચી જાય છે.
તો આ તમામ નુકસાનોને ધ્યાનમાં રાખતા રાત્રે 2 રોટલીથી વધુ (how many chapatis to eat at night)ખાવાનો પ્રયાસ ન કરો. તેની જગ્યાએ તમે વધુ ફળ અને શાકનું સેવન કરો જે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ Lassi For Weight Loss: ગરમીમાં ઘટાડવું છે વજન, તો આ 4 પ્રકારની લસ્સીનું કરો સેવન
(આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube