Lassi For Weight Loss: ગરમીમાં ઘટાડવું છે વજન, તો આ 4 પ્રકારની લસ્સીનું કરો સેવન

Lassi For Weight Loss ગરમીમાં હંમેશા લોકો લસ્સી પીવાનું પસંદ કરે છે. તે ન માત્ર શરીરમાં ઠંડક પહોંચાડે છે પરંતુ તેના અનેક ફાયદા છે. તમે ઈચ્છો તો તેની મદદથી વજન પણ ઘટાડી શકો છો. આવો જાણીએ. 

Lassi For Weight Loss: ગરમીમાં ઘટાડવું છે વજન, તો આ 4 પ્રકારની લસ્સીનું કરો સેવન

નવી દિલ્હીઃ  Lassi For Weight Loss: લસ્સી પીવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, શરીર માટે એટલી ગુણકારી હોય છે. ગરમીમાં લોકો ખુબ લસ્સી પીતા હોય છે. તે શરીરને ઠંડક આપવાની સાથે ઘણી મુશ્કેલીમાંથી રાહત અપાવવાનુ કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં વજન ઘટાડવા માટે પણ લસ્સી એક શાનદાર ડ્રિંક છે. તે શરીરને હાઇડ્રેટડ કરવાની સાથે ફેટ્સ ઘટાડવામાં સહાયક છે. આ ડ્રિંકને પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી તમે ભોજનથી દૂર રહી શકો છો. આવો જાણીએ લસ્સી વિશે. 

મેંગો લસ્સી
સામગ્રી- એક કપ દહીં, એક ગ્લાસ ઠંડુ પાણી, કાપેલી કેરી, ફુદીનાના સુક્કા પત્તા.

તેને બનાવવા માટે બ્લેન્ડરમાં દરેક સામગ્રીને નાખો અને બ્લેન્ડ કરો. તેને પીવો અને આનંદ લો. 

ગુલાબની લસ્સી
સામગ્રી- 250 ગ્રામ દહીં, એક-બે કપ પાણી, એક બે ટી સ્પૂન ગુલાબ જળ કે 10-15 ગુલાબના પાંદડા. 

તેને બનાવવા માટે એક બાઉલ લો અને તેમાં દહીં નાખો. તેને સારી રીતે સ્પૂનની મદદથી મિક્સ કરો. હવે તેમાં પાણી નાખો, આ મિશ્રણમાં ગુલાબ જળ અને પાંદડા નાખો. ઓછામાં ઓછા એક કલાક સુધી ફ્રીઝમાં રાખો અને પછી પીવાનો આનંદ માણો.

કેળા અને અખરોટની લસ્સી
સામગ્રી- 1 કપ દહીં, 1 કેળુ, 3-4 અખરોટ, 1 નાની ચમસી અળસી અને તલનું મિશ્રણ, 1 નાની ચમચી મધ.

આ સ્વાદિષ્ટ લસ્સીને બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં, અળસી, તલ, અખરોટ, મધ અને કેળા નાખો. તેને બ્લેન્ડરમાં ક્રશ કરો. તેમાં કાપેલા અખરોડ નાખો. ત્યારબાદ લસ્સીનો આનંદ લો. 

ફુદીનાની લસ્સી
સામગ્રી- 250 ગ્રામ દહીં, 1 મોટી ચમચી સુકા ફુદિનાના પાંડ, પીસેલું જીરુ, સ્વાદનુસાર નમક, 3-4 બરફના ટુકડા. 

એક બ્લેન્ડરમાં દહીં, સુકા ફુદિનાના પાંદ, મીઠું અને પીસેલું જીરુ નાખો. સ્મૂદ થવા સુધી સારી રીતે મિક્ત કરો. તેમાં બરફના ટુકડા નાખો અને પછી બ્લેન્ડ કરો. ત્યારબાદ તેને તાજા ફુદિનાના પાંદ અને જીરાથી સજાવો અને તેનું સેવન કરો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતીના આધારે છે. તેમે વજન ઘટાડવા માટે ડોક્ટરની પણ સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news