Joint Pain: આજકાલ તો નાની ઉંમરમાં પણ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે. ઘણી વખત સાંધાના દુખાવાના કારણે ઉઠવું બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. ફરવા ફરવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. જો અનહિલ થી લાઈફસ્ટાઈલના કારણે તમને પણ સાંધાના દુખાવાનો સામનો કરવો પડતો હોય તો આજે તમને એક મહત્વની જાણકારી આપીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને એવી કેટલીક વસ્તુઓ હોય છે જેનું સેવન કરવું નહીં. જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તે લોકો આ 5 વસ્તુ ખાય છે તો તેમની તકલીફ ભયંકર રીતે વધી શકે છે. સ્થિતિ એવી પણ સર્જાઇ શકે છે કે તમે ખાટલામાંથી ઉભા પણ ન થઈ શકો. તો ચાલો તમને પણ જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને ખાવાનું વિચારવું પણ નહીં. 


સાંધાના દુખાવામાં ન ખાવી આ 5 વસ્તુઓ


આ પણ વાંચો: Spinach Benefits: પાલક ખાવાથી થતા આ ફાયદા વિશે જાણી બે હાથે ખાવા લાગશો આ ભાજી


તળેલી વસ્તુઓ


જો તમને સાંધામાં દુખાવો કે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પછી તળેલી વસ્તુઓ ખાવાનું છોડી દો. ડીપ ફ્રાય વસ્તુઓ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે. જેના કારણે ઘૂંટણ, કમર, ખભા અને શરીરના અન્ય સાંધામાં તકલીફ વધી શકે છે. 


શુગરી ફૂડ્સ


જો તમને કોલ્ડ્રીંક કે અન્ય મીઠી વસ્તુઓ ખાવા પીવાની વધારે આદત છે તો પછી આ આદતને પણ બદલો. સાંધાના દુખાવામાં જો તમે નિયમિત કોલ્ડ્રીંક કે પછી મીઠી વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરના બધા જ સાંધા દુખવા લાગશે. એટલે કે સાંધાના દુખાવાની સમસ્યા વધી જશે. ગરમીના દિવસોમાં જો કોઈ મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ થાય તો લીંબુ શરબત કે શિકંજી જેવી વસ્તુઓ પીવી પરંતુ કોલ્ડ્રીંક કે સોડા પીવાનું ટાળવું. 


આ પણ વાંચો: આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં, બસ સવારે આ 5 માંથી કોઈ એક વસ્તુ પી લેવી


સોયાબીન


સોયાબીન ખૂબ જ હેલ્થી છે પરંતુ જે લોકોને સાંધાના દુખાવા હોય તેમણે સોયાબીન ખાવાનું ટાળવું જોઈએ. સોયાબીન નિયમિત ખાવાથી કે વધારે પ્રમાણમાં ખાવાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ ઝડપથી વધે છે જે સાંધાના દુખાવાનો કારણ બની શકે છે. 


ગ્લુટન રીચ ફૂડ


ગ્લુટન રીચ ફૂડ એટલે કે ઘઉં, જવ વગેરે માંથી બનેલી વસ્તુઓ જેમકે પાસ્તા, નુડલ્સ. આ પ્રકારની વસ્તુઓ ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે કારણ કે આવી વસ્તુમાં રહેલું ગ્લુટન સાંધામાં દુખાવો વધારે છે. 


આ પણ વાંચો: Cough : ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અજમાવો દવાથી વધુ અસરકારક આ દેશી નુસખા


ટમેટા


સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે પોતાના આહારમાં ટમેટાનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં કરવો. ટમેટામાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે સાંધાના દુખાવાને ટ્રિગર કરે છે. ખાસ કરીને જે લોકોને સાંધાની વચ્ચે ગેપ વધી રહ્યો હોય અથવા તો ઘૂંટણમાં કે પગમાં સોજા રહેતા હોય તેમણે ટમેટાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)