Health Tips: ચોમાસાની શરૂઆત સાથે ગરમી અને તડકાથી તો રાહત મળી ગઈ છે પરંતુ વરસાદી વાતાવરણમાં રોગનું પ્રમાણ પણ વધી જાય છે. આ ઋતુમાં પાણીજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શન ઝડપથી વધે છે. સાથે જ મચ્છર જન્ય રોગચાળો પણ વકરી શકે છે. ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો અપાવે છે પરંતુ સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર પરિણામ ભોગવો પડે છે. તેથી ચોમાસામાં બીમારીઓથી બચવું હોય તો કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતો ને ધ્યાનમાં રાખશો તો ચોમાસુ બીમાર પડ્યા વિના પસાર કરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસામાં રાખો આ વાતનું ધ્યાન


આ પણ વાંચો:


Heartburn: 10 મિનિટમાં છાતીમાં થતી બળતરા થઈ જશે શાંત, આ પાવડર તુરંત કરે છે ઠંડક


Elaichi Chai Benefits: સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરવા માટે આ વસ્તુ ઉમેરીને બનાવો ચા


તુલસીના નાના નાના બીજ પેટની ચરબીને કરી દેશે ગાયબ, જાણો સેવન કરવાની સાચી રીત


- વરસાદમાં વારંવાર પલળવાથી બચવું હોય તો રેઇનકોટ અથવા તો છત્રી હંમેશા પોતાની સાથે રાખો. 


- વરસાદી પાણીના કારણે સ્કીન એલર્જી થઈ શકે છે તેથી શક્ય હોય તો બ્લાઉઝ પણ પહેરવા જેથી પાણીના સંપર્કમાં આવતા બચી શકાય. 


- ચોમાસામાં પણ ઓફિસ તો જવું જ પડે છે તેવામાં ઓફિસની બેગમાં ટુવાલ કે હેર ડ્રાઇવર જેવી વસ્તુઓ પણ રાખવી જેથી વરસાદમાં પલળી જવાય તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરીને શરીર સુકવી શકો.


- જો વરસાદમાં પલળી જવાયું હોય તો શરીરની ઠંડક ને દૂર કરવા માટે ગરમ પાણીથી નાહાઈ લેવું. તેનાથી વરસાદના કારણે શરીરમાં ગયેલી ઠંડક દૂર થઈ જાય છે.


- વરસાદી વાતાવરણમાં જીવજંતુઓનું પ્રમાણ વધી જાય છે તેવામાં પોતાના ઘર અને સોસાયટીની સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ જગ્યાએ પાણી જમા ન થાય તે વાતની તકેદારી રાખવી.


- વરસાદમાં બહાર નીકળવાનું થયું હોય અને પગ પલળી ગયા હોય તો ઘરે આવીને પાણીથી બરાબર પક્ષ સાફ કરી કોરા કરી લેવા કારણ કે આ ઋતુમાં પગની ત્વચામાં ઇન્ફેક્શન ઝડપથી વધે છે. 


- ચોમાસા દરમિયાન હર્બલ ટી, ઉકાળા વગેરેનું સેવન કરવાનું રાખવું જોઈએ જેનાથી ઇમ્યુનીટી પણ મજબૂત થાય અને શરદી ઉધરસ જેવી સમસ્યાઓ વરસાદમાં પલળવાના કારણે થતી નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)