Heartburn: 10 મિનિટમાં છાતીમાં થતી બળતરા થઈ જશે શાંત, આ પાવડર તુરંત કરે છે ઠંડક

Home Remedies For Heartburn: છાતીમાં બળતરાની તકલીફ જેમને વારંવાર થતી હોય તેમને ઘરમાં આ ફળનો પાવડર રાખવો જોઈએ. આ ફળનો એક ચમચી પાવડર છાતીની બળતરા ને 10 મિનિટમાં દૂર કરી શકે છે. આ ફળનો ઉપયોગ તમે વાળ અને ત્વચા માટે ઘણી વખત કર્યો હશે પરંતુ તે તમને છાતીની બળતરા અને એસિડિટીથી પણ રાહત અપાવી શકે છે. જે ફળની અહીં વાત થઈ રહી છે તે છે આમળા.

Heartburn: 10 મિનિટમાં છાતીમાં થતી બળતરા થઈ જશે શાંત, આ પાવડર તુરંત કરે છે ઠંડક

Home Remedies For Heartburn: મોટાભાગના લોકોને તળેલું, ફરસાણ અને તીખું તમતમતું ભોજન ખાવાનો શોખ હોય છે. આ પ્રકારની વસ્તુઓ ખાવાથી છાતીમાં બળતરા ની સમસ્યા ઘણી વખત થઈ જાય છે. ખાસ કરીને તળેલું અને મસાલેદાર ખાવાથી એસિડિટી છાતીમાં બળતરા ની ફરિયાદ વારંવાર થાય છે. છાતીમાં બળતરા થાય ત્યારે વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે. કારણ કે શરીરમાં એવું લાગે કે જાણે બળતરા થઈ રહી હોય અને પાણી પીવાથી રાહત મળી જાય. પરંતુ છાતીમાં થતી બળતરા થી પાણી પીવાથી રાહત મળતી નથી. જો તમારે છાતીમાં થતી બળતરા થી તુરંત રાહત મેળવવી હોય તો તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. 

આ પણ વાંચો:

છાતીમાં બળતરાની તકલીફ જેમને વારંવાર થતી હોય તેમને ઘરમાં આ ફળનો પાવડર રાખવો જોઈએ. આ ફળનો એક ચમચી પાવડર છાતીની બળતરા ને 10 મિનિટમાં દૂર કરી શકે છે. આ ફળનો ઉપયોગ તમે વાળ અને ત્વચા માટે ઘણી વખત કર્યો હશે પરંતુ તે તમને છાતીની બળતરા અને એસિડિટીથી પણ રાહત અપાવી શકે છે. જે ફળની અહીં વાત થઈ રહી છે તે છે આમળા.

જો તમે પણ ફાસ્ટ ફૂડ, તળેલું કે પછી તીખું તમતમતું ભોજન કર્યું હોય અને પછી છાતીમાં બળતરા થવા લાગે તો તેને શાંત કરવા માટે આમળાનો પાવડર લઈ શકાય છે. આમળાનું પાવડર છાતીની બળતરામાં એટલો અસરકારક છે કે તમને ગણતરીની મિનિટોમાં જ રાહત મળી જશે. આમળા આમ તો શિયાળામાં મળતું ફળ છે પરંતુ તેનો પાવડર તમને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. 

આ પાવડર ની એક ચમચી તમને ઘણા બધા ફાયદા કરી શકે છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર પલાળી દેવો. સવારે આ પાણીને ગાળી અને પી જવું. નિયમિત રીતે તમે આ પાણી પીવાનું રાખશો તો પેટની ગરમી, એસીડીટી અને છાતીમાં બળતરા થી રાહત મળી જશે. આમળાનો પાવડર પીવાથી ડાયજેશન પણ સુધરે છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. સાથે જ શરીરના ટોક્સિન પણ મૂત્રવાટે બહાર નીકળી જાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news