ઝી બ્યુરો: પોપ સિંગર જસ્ટિન બીબરના કરોડો ફેન્સ માટે એક ખરાબ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિન બીબરે સોશિયલ મીડિયા પર ચાહકોને આ સમાચારની માહિતી આપીને એક વીડિયો જાહેર કર્યો છે. જસ્ટિન બીબરને રામસે હંટ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી છે. રામસે હન્ટ સિન્ડ્રોમ રોગ શું છે? તેના લક્ષણો શું છે? અને કયા દર્દીઓને આનું જોખમ છે, આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે રામસે હન્ટ સિન્ડ્રોમ? (Ramsay Hunt syndrome)
રામસે હન્ટ સિન્ડ્રોમ ત્યારે થાય છે, જ્યારે દાદર અથવા ફોલ્લીઓ કાનની નજીકના ચહેરાની નસોને અસર કરે છે. આ સ્થિતિ હર્પીસ ઝોસ્ટર ઓટિકસ (herpes zoster oticus) નામના વાયરસને કારણે થાય છે. સામાન્ય વેરીસેલા-ઝોસ્ટર વાયરસ પણ ચિકન પોક્સનું કારણ બને છે, જે બાળકોમાં સૌથી સામાન્ય છે. જો કોઈને ક્યારેય ચિકન પોક્સ થયો હોય, તો તે વાયરસ કોઈપણ સમયે સક્રિય થઈ શકે છે અને દાદરનું કારણ બની શકે છે.


કરોડો પ્રશંસકોને ઝટકો: જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત, ચહેરા પર લકવો, શેર કર્યો VIDEO


દાદર અને ચિકન પોક્સ બંન્નેને શરીરના જે ભાગોને અસર કરે છે, તે ભાગોમાં ઘણી ફોલ્લીઓ થાય છે. કાનથી ચહેરા સુધીની નસોની પાસે ફોલ્લીઓ અને કાનના દુખાવા સહિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સ્થિતિને રામસે હન્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં વ્યક્તિના ચહેરા પર લકવો અથવા તો પેરાલિસિસ પણ થઈ શકે છે.


રામસે હન્ટ સિન્ડ્રોમના લક્ષણો  (Ramsay Hunt syndrome symptoms)
રામસે હન્ટ સિન્ડ્રોમના સૌથી વધુ દેખાતા લક્ષણોમાં કાન પાસે દાદ, તો ફોલ્લીઓ અથવા તો ચહેરાની આસપાસ લકવો છે. આ સિન્ડ્રોમને કારણે જ્યારે ચહેરો લકવાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે ચહેરાના સ્નાયુઓને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. લાગે છે કે તમારો અડધો ચહેરો નિર્જીવ થઈ ગયો છે.


કેટલાક કિસ્સાઓમાં રામસે હન્ટ સિન્ડ્રોમમાં લાલ, પરુ ભરેલા ફોલ્લાઓ પણ જોવા મળે છે. આ દાણાઓ અથવા ફોલ્લાઓ કાનની અંદર, બહાર અથવા આસપાસ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ફોલ્લીઓ તમારા મોંમાં પણ દેખાઈ શકે છે, ખાસ કરીને ઉપરની બાજુ અથવા તો ગળામાં.


એક નિવેદનથી બોલિવુડમાં મચી હતી ખલબલી! જાણો બબીતાથી લઈને કપિલ શર્માના વિવાદાસ્પદ બોલ 


રામસે હન્ટ સિન્ડ્રોમના સામાન્ય લક્ષણો
- અસરગ્રસ્ત કાનમાં દુખાવો
- ગરદનમાં દુખાવો
- કાનમાં અવાજ આવવો
- બહેરાશ
- ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર આંખ ન થવી
- સ્વાદમાં કમી
- ચક્કર આવવા


રામસે હન્ટ સિન્ડ્રોમના કારણ અને જોખમ (Causes and risk factors of Ramsay Hunt syndrome)
રામસે હન્ટ સિન્ડ્રોમ વાયરસના કારણે થાય છે. કારણ કે રામસે હન્ટ સિન્ડ્રોમ દાદરને કારણે થાય છે, જે લોકોને ભૂતકાળમાં ચિકન પોક્સ થઈ ચૂક્યો છે. 60 વર્ષથી વધુ ઉંમરના હોય અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તેવા લોકોનું આ રોગનું જોખમ સૌથી વધુ હોય છે.


Bharti Singh Baby Name: ભારતી સિંહે પોતાના પુત્ર 'ગોલા' નું નામકરણ કર્યું, જાણો શું છે નવું નામ?


રામસે હન્ટ સિન્ડ્રોમની સારવાર
રામસે હંટ સિન્ડ્રોમ માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે, જે ડૉક્ટરની સલાહ પર લઈ શકાય છે. આ દવાઓ તે વાયરસને મારી નાખે છે. જ્યારે, તમારી સ્થિતિ જોઈને ડૉક્ટર વિવિધ પ્રકારની દવાઓ પણ લખી શકે છે.


રામસે હન્ટ સિન્ડ્રોમમાં કેટલીક કાયમી કોમ્પિલિકેશન પણ જોવા મળી શકે છે. જોકે, જો લાંબા સમય સુધી આ રોગની સારવાર કરવામાં ન આવે તો ચહેરાના સ્નાયુઓ નબળા પડી શકે છે અથવા સાંભળવાની ક્ષમતા પણ ઘટી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube