Bharti Singh Baby Name: ભારતી સિંહે પોતાના પુત્ર 'ગોલા' નું નામકરણ કર્યું, જાણો શું છે નવું નામ?

Bharti Singh Baby: ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનું બાળક હવે બે મહિનાનું થઈ ચૂક્યું છે. પરંતુ બન્ને સ્ટાર્સ કપલે હજુ સુધી પોતાના બાળકની એક ઝલક લોકોને દેખાડી નથી. 

Bharti Singh Baby Name: ભારતી સિંહે પોતાના પુત્ર 'ગોલા' નું નામકરણ કર્યું, જાણો શું છે નવું નામ?

મુંબઈ: જાણીતી કોમેડિયન ભારતી સિંહે 3 એપ્રિલે એક ખુશખબર આપ્યા હતા અને તેમના ઘરમાં એક બેબીનો જન્મ થયો હતો. ભારતી સિંહના પતિ હર્ષ લિમ્બાચિયા એક રાઈટર છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનું બાળક હવે બે મહિનાનું થઈ ચૂક્યું છે. પરંતુ બન્ને સ્ટાર્સ કપલે હજુ સુધી પોતાના બાળકની એક ઝલક લોકોને દેખાડી નથી. પ્રશંસકો તેમના બાળકની એક ઝલક જોવા માટે ઉતાવળા બન્યા છે. જોકે, આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બન્ને સ્ટાર્સે પોતાના બાળકનું નામકરણ કરી નાંખ્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તેમના બાળકને ગોલાના ઉલામણા નામથી બોલાવવામાં આવતો હતો. પરંતુ હાલ તેનું પ્રોપર નામ રાખી દેવામાં આવ્યું છે, જે સ્કૂલમાં લખાવી શકે.

ભારતી સિંહ તાજેતરમાં ગોવામાં હતી. તે ડે ટૂ ડે બ્લોગમાં આ વાતની જાણ પણ કરી હતી. લોકોને ત્યાંની ઝલક પણ દેખાડવામાં આવી હતી. હવે તે પાછી ઘરે આવી ગઈ છે અને તેણે બાળકનું નામ પણ જાહેર કર્યું છે. એક અહેવાલ મુજબ, કોમેડિયને પુત્ર ગોલાનું નામ 'લક્ષ્ય' રાખ્યું છે. જોકે, તેણે હજુ સુધી આ વિશે ક્યાંય જણાવ્યું નથી. સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુત્ર હવે 'લક્ષ્ય લિમ્બાચીયા' તરીકે ઓળખાશે.

ભારતી સિંહે છુપાવ્યો પુત્ર ગોલાનો ચહેરો
થોડા દિવસ પહેલા ભારતીએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેના ઘરના લોકો અને બાળકના કેરટેકર વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. આ કારણે તેની ગોવાની ટ્રીપ પણ થોડી બગડી હતી. તેના સિવાય તે પુત્રના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તે તેના પિતા સાથે તો ક્યારેક કોમેડિયન સાથે જોવા મળે છે. જોકે તેણીએ આજદિન સુધી ગોલાનો ચહેરો દેખાડ્યો નથી. ક્યાંક ફક્ત ગોલાના પગ જ દેખાય છે, તો ક્યારેક તેની પીઠ. પરંતુ ચહેરો સ્ટીકરોથી ઢંકાયેલો રહે છે.

ડિલિવરીના 11 દિવસ પછી ભારતીએ કામ શરૂ કર્યું
તમને જણાવી દઈએ કે 'હુનરબાઝ' બાદ ભારતી સિંહ 'ધ ખતરા ખતરા શો'માં જોવા મળી હતી. પ્રસૂતિના 11 દિવસ બાદ જ તે ફરીથી કામ શરૂ કર્યું હતું. ઘણા લોકોએ તેની ખુમારી અને હિંમતની પ્રશંસા કરી. જ્યારે, કેટલાકે એવું જણાવ્યું હતું કે, તે પૈસા માટે બાળકને સમય નથી આપી રહી. વેલ હવે બાળકનો ચહેરો અને નામ, તે ક્યારે બતાવશે અને ચાહકોને જણાવશે, તે માટે થોડી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news