Kantola Benefits: કંટોલા ચોમાસા દરમિયાન મળતું સૌથી ગુણકારી શાક છે. તે આકારમાં ગોળ અને કાંટાળા હોય છે. આ શાક દૂધી પરિવારનું શાક છે. ચોમાસામાં આ શાક સૌથી વધુ જોવા મળે છે.  આ લીલા શાકમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. કંટોલા પોષકતત્વોનો ખજાનો ગણાય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર સહિતના પોષકતત્વો હોય છે. આ શાક રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શરીરને પોષણ પણ પુરું પાડે છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


હેલ્ધી ફુડ ગણાતી આ વસ્તુઓ ઝડપથી વધારે છે વજન, આ વસ્તુ ખાતા હોય તો તુરંત જ બંધ કરજો


Stuffy Nose: બંધ નાક 10 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય


ચોમાસામાં રોજના આહારમાં વધારો કાળા મરીનો ઉપયોગ, મોસમી રોગો નહીં ફરકે આસપાસ પણ


કંટોલાનો સ્વાદ કારેલા જેવો જ છે. જો કે તેનું શાક કારેલા કરતાં ઓછું કડવું લાગે છે. પરંતુ તેમ છતાં વર્ષની આ સીઝનમાં મળતાં કંટોલા ખાવા જ જોઈએ. કારણ કે તેમાંથી શરીરને વિટામીન A ભરપૂર માત્રામાં મળે છે. આ શાક આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.


આ શાક માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં ત્વચા માટે પણ લાભકારી છે. તેમાં રહેલા તત્વ ખીલ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ મટાડવામાં મદદ કરે છે. કંટોલાના બીને શેકીને ખાવાની સલાહ પણ સ્વાસ્થ્ય નિષ્ણાંતો આપે છે.
 
કંટોલા ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેના કારણ તે ફ્રી રેડિકલ્સથી થતા ત્વચાના નુકસાનને અટકાવે છે. કેટલાક લોકો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગોની સારવાર માટે પણ આ શાકનો ઉપયોગ કરે છે.


આ પણ વાંચો: 


ચાન્સ મળે તો પલળી જ લેવું.... વરસાદમાં નહાવાથી શરીરને થશે 4 જોરદાર ફાયદા


તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી કંટોલા વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કંટોલામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)