હેલ્ધી ફુડ ગણાતી આ વસ્તુઓ ઝડપથી વધારે છે વજન, ચોથા નંબરની વસ્તુ ખાતા હોય તો તુરંત જ બંધ કરજો

Weight Loss Tips: વજન ઘટાડવા માટે લોકો કેટલીક વસ્તુઓનું સેવન સમજ્યા વિના શરૂ કરી દે છે. અધુરી જાણકારી ને કારણે કેટલીક હેલ્ધી વસ્તુઓ પણ વજન ઘટાડવાને બદલે વધારવા લાગે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે હેલ્થી ગણાય છે પરંતુ જેમનું વજન વધારે હોય તેમણે આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે. આજે તમને આવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ પૌષ્ટિક છે પરંતુ વજન ઝડપથી વધારે છે.

ફ્રુટ જ્યુસ

1/5
image

ફળ અને તેના જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ જે લોકોને વજન ઘટાડવું હોય તેમને ફ્રુટ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે ફળની સરખામણીમાં તેના જ્યુસમાં કેલેરીનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં જેટલી કેલરી વધારે જાય તેટલું વજન ઝડપથી વધે છે.

ગ્રેનોલા બાર

2/5
image

ગ્રેનોલા બાર હેલ્ધી વસ્તુ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અગ્રેનોલા બાર તમારા વજનમાં ઝડપથી વધારો કરી શકે છે. ગ્રેનોલા બાર માં સુગર અને ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જેનું સેવન કરવાથી વજન વધે છે.

સુકા ફળ

3/5
image

માર્કેટમાં તમને ઘણા બધા એવા ફળ ડ્રાય ફોર્મેટમાં મળશે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ આ ફળમાં પણ કેલેરીનું પ્રમાણ વધારે હોય છે જો તમે તેનું સેવન કરો છો તો વજન વધી શકે છે.

સ્મૂધી

4/5
image

સ્મૂધીમાં પણ એક્સ્ટ્રા સુગર હોય છે. જો તમે તેનું સેવન યોગ્ય રીતે નથી કરતા તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે તે વજનમાં ઝડપથી વધારો કરે છે.

નટ બટર

5/5
image

માર્કેટમાં નટ બટર અલગ અલગ પ્રકારના મળે છે. નટ બટન નો ઉપયોગ પણ લોકો વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ આ બટરમાં પ્રોટીન અને ફેટનું પ્રમાણ વધારે હોય છે સાથે જ તેમાં સુગર અને ઓઇલ નો ઉપયોગ થાય છે જે વજન ઝડપથી વધારી શકે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)