kidney damage symptoms: કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ ભાગ છે. કિડની શરીરથી વિષાક્ત પદાર્થોને ફિલ્ટર કરીને તેને મૂત્રના માદ્યમથી બહાર ફેંકે છે. જો કિડની યોગ્ય રીતે કામ કરવાની બંધ કરી દે તો આપણા શરીરમાં ટોક્સિ એકઠું થઈ જશે. જેના કારણે આપણે ગંભીર રીતે બીમાર પડી શકીએ છીએ. તેથી કિડનીનું સ્વસ્થ રહેવુ બહુ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કિડની પર ખરાબ અસર પડે છે. આ કારણે કિડની સાથે જોડાયેલી બીમારીઓ તેજીથી વધી રહી છે. આ જ કારણ છે કે કિડની સાથે જોડાયેલી બીમારીના લક્ષણો સમયસર પારખી લેવામા આવે તો તેની સારવાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, કિડની ખરાબ થવા પર શરીરમાં અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. ખાસ કરીને, દિવસ કરતા રાતના સમયે આ લક્ષણો પર વધારે ધ્યાન આપવુ. 


થાક લાગવો, નબળાઈ લાગવી
દિવસભર વધારે પડતો થાક અને નબળાઈ લાગે તો તે કિડની ડેમેજ થવાના સંકેત છે. કિડની જ્યારે શરીરથી વિષાક્ત પદાર્થો ફિલ્ટર કરી શક્તી નથી, ત્યારે વધુ પડતો થાક અને નબળાઈ અનુભવાય છે. તમે પણ આ પ્રકારના લક્ષણોને અનુભવો તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 


અમદાવાદમાં ક્યાંય વરસાદથી પાણી ભરાય તો આ નંબરો પર ફોન કરવા, હેલ્પલાઈન નંબર જાહેર


શ્વાસ લેવામાં તકલીફ
રાતે ઉધવાના સમયે જો તમને તકલીફ અનુભવાય, તો તે કિડની ડેમેજના સંકેત છે. કિડની ડેમેજ થવાથી આપણા શરીરમાં તરળ પદાર્થ જમા થઈ જાય છે. આ કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. 
 
વારંવાર બાથરૂમ જવું
અનેકવાર લોકોને રાતે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આ પ્રકારના લક્ષણનો નજરઅંદાજ ન કરો. આ પણ કિડની ડેમેજના જ સંકેત છે. જ્યારે તમારી કિડની યોગ્ય રીતે કામ કરી શક્તી નથી, ત્યારે શરીરમાંથી વધારે તરળ પદાર્થ નીકળી શક્તા નથી. આ કારણે તમને રાતે વારંવાર પેશાબ આવવાની સમસ્યા વધી જાય છે. 


શાળાઓ ક્યારે ખૂલશે? સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, આ તારીખથી શરૂ થશે શાળા