કિડનીમાં પથરી હોય તેવા લોકોએ રોજ ખાવા જોઈએ આ ફળ, દવા વિના પથરીથી મળશે છુટકારો
Kidney Stone Patient Diet: પથરીની સમસ્યા હોય ત્યારે એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેમાં ઓક્સાઈડનું પ્રમાણ વધારે હોય. પરંતુ સાથે જ એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ જેનાથી કિડનીની પથરીથી છુટકારો મળી શકે છે.
Kidney Stone Patient Diet: પથરી આજના સમયમાં ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પથરી થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાવા પીવાની આદતો હોય છે. જેના કારણે કિડનીમાં વધારે પ્રમાણમાં મિનરલ આવે છે અને તે પથરી બને છે. પથરીની સમસ્યા હોય ત્યારે એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેમાં ઓક્સાઈડનું પ્રમાણ વધારે હોય. પરંતુ સાથે જ એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી કિડનીની પથરીથી છુટકારો મળી શકે છે. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન કરવાથી પથરીના દર્દીઓને રાહત થઈ શકે છે.
આ પણ વાંચો:
ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ..
Heart Attack થી બચવું હોય તો આજથી જ બંધ કરી દો આ 4 વસ્તુ ખાવાનું
ગળાશ માટે ખાંડને બદલે વાપરી શકાય છે આ વસ્તુઓ, નહીં વધે Sugar Level
પાણીવાળા ફળ - પથરીની તકલીફ હોય તો પાણીથી ભરપૂર ફળ ખાવા જોઈએ. આ ફળમાં નાળિયેર, તરબૂચ, શકરટેટી જેવા ફળનો સમાવેશ થાય છે. તેનું સેવન કરવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. આ સિવાય દિવસ દરમિયાન પાણીનું પ્રમાણ પણ વધારે રાખવું જોઈએ.
ખાટા ફળ - વિટામીન સી થી ભરપૂર ખાતા ફળ ખાવાથી પણ પથરીના દર્દીને ફાયદો થાય છે. ખાટા ફળનું સેવન કરવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. ખાટા ફળમાં સાઈટ્રિક એસિડ હોય છે જે પથરી માટે ફાયદાકારક છે. તેના માટે સંતરા, મોસંબી, દ્રાક્ષ વગેરેનું સેવન કરી શકાય છે.
આ સિવાય પથરીની સમસ્યાને દૂર કરવી હોય તો કેલ્શિયમથી ભરપૂર હોય તેવા ખોરાકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જે પણ વસ્તુમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તેનું સેવન કરવાનું.