Ghee Purity: હાલમાં ભેળસેળીયા એટલા પાવરધા થઈ ગયા છે કે મોટી બ્રાન્ડના જ નકલી ઘીના પાઉચ કે ડબા બનાવીને બજારમાં વેચવા લાગે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘીમાંથી ઘણી બધી અદ્ભુત વાનગીઓ બનાવવામાં આવે છે અને તેના વિના તેને બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ જે ઘી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં સામેલ કરો છો, તે ક્યાંક અસલી છે કે ભેળસેળયુક્ત? હવે તમે વિચારતા હશો કે ઘીમાં શું ભેળસેળ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે.


આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV


પાણીનો ઉપયોગ કરશો તો પણ ખબર પડશે
તમે ઘીનું સત્ય જાણવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખો અને જો ઘી પાણીની ઉપર તરતું હોય તો તે અસલી છે અને જો તરતા બદલે પાણીની નીચે એકઠું થતું હોય તો તેનો અર્થ છે કે ઘી ભેળસેળયુક્ત છે.


ગરમ કરીને પણ ચકાસણી કરી શકાય
ઘી ભેળસેળયુક્ત છે કે નહીં તે જાણવા માટે તમે ઘી થોડી માત્રામાં ગરમ ​​કરો અને જો તે તરત જ પીગળી જાય અને ગરમ થતાં જ બ્રાઉન થઈ જાય તો તેનો અર્થ એ કે તમારું ઘી શુદ્ધ છે અને તેમાં કોઈ ભેળસેળ નથી. જો તમારા ઘરમાં મોજૂદ ઘી ઓગળવામાં સમય લઈ રહ્યું છે અને તે બ્રાઉનને બદલે પીળું થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે આ ઘી ભેળસેળયુક્ત છે.


હથેળી પર ઘસવાથી ખબર પડી જશે
બીજી રીત અજમાવવા માટે તમારે ગેસ અથવા કોઈ સામગ્રીની જરૂર નથી કારણ કે તમે ફક્ત તમારી હથેળી દ્વારા સત્ય શોધી શકો છો. હા, એવું કહેવાય છે કે અસલી અને નકલી ઘી ઓળખવા માટે જ્યારે તમારી હથેળી પર થોડું ઘી લગાવો, જ્યારે તે ઓગળવા લાગે, ત્યારે સમજવું કે તમારું ઘી શુદ્ધ છે. બીજી તરફ, જો ઘી હથેળીઓ પર ઘસવા છતાં પણ ઓગળતું નથી, પણ જામેલું રહે છે, તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.


મીઠા દ્વારા પણ તમે ઓળખ કરી શકો છો
મીઠું તમને તે શુદ્ધ ઘી છે કે ભેળસેળવાળું ઘી શોધવામાં પણ મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ઘી નાખો અને પછી તેમાં બે ચપટી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. પછી આ પેસ્ટને આમ જ રહેવા દો. 20 થી 25 મિનિટ પછી, જો ઘીમાંથી કોઈ અલગ રંગ નીકળે, તો સ્પષ્ટ છે કે તમારું ઘી નકલી છે અને જો કોઈ રંગ ન નીકળે તો ઘી શુદ્ધ છે.


આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube