નવી દિલ્હીઃ ફાઈબર, વિટામિન-સી અને એન્ટીઓક્સિડેન્ટનો ખજાનો કિવિ આપણી ઈન્મુનિટીને વધારીને ઘણી બધી બિમારીથી શરીરને બચાવે છે. કિવિને દરરોજ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને હદય રોગમાંથી પણ મુક્તિ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, કિવિ સ્વાસ્થ્ય સાથે સુંદરતાને વધારવામાં પણ બહુ મદદગાર હોય છે. તો આજે અમે તમને કિવિથી બનાવેલા ફેસ માસ્કના ફાયદાઓ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોરી-
1. કિવિ-દહીંનું ફેસપેકઃ

સામગ્રી-એક કિવિનું પલ્પ, એક ટેબલસ્પૂન દહીં
રીતઃ
-કિવિનો પલ્પ કાઢી નાખો અને તેમાં દહીં નાખીને બંને ચીજવસ્તુને સારી રીતે મિક્સ કરી લો.
-આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો અને 15-20 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.
-સપ્તાહમાં બે વખત આ પેક લગાવો જેથી તમારા ચહેરાનો નિખાર વધી જશે.


આ પણ વાંચો- તમારા વરની સિગરેટ પીવાની આદત ભલે ન છૂટે, પણ તેની આ બાબતોનું બરાબર ધ્યાન રાખજો


2. કિવિ-એલોવેરાનું ફેસ માસ્કઃ
સામગ્રી-એક કિવિ, એક વાટકી ફ્રેશ એલોવેરા જેલ
રીત-
-કિવિના છોતરા કાઢીને તેને સારી રીતે મસળી લો.
-તેમાં એલોવેરા જેલ ભેળવો અને ચહેરાની સાથે સાથે ગળા પર લગાવો. 15-20 મિનિટ બાદ ચહેરાનો ધોઈ લો. સપ્તાહમાં બે વખત આ પેક લગાવો. 


આ પણ વાંચોઃ Cardamom Benefits: પરણિત પુરૂષ ઇલાયચીને આ 2 ડ્રિંક્સ સાથે કરે મિક્સ, દૂર થશે શારીરિક નબળાઇ


3. કિવિ-સ્ટ્રોબેરીનું ફેસ માસ્કઃ
સામગ્રી-અડધી કિવિ, એક સ્ટ્રોબેરી, એક ટીસ્પૂન ચંદન પાઉડર
રીત-
-બાઉલમાં કિવિ અને સ્ટ્રોબેરીને છોલીને પલ્પ કાઢી લો. બંને વસ્તુઓને સારી રીતે મેશ કર્યા પછી, તેમાં ચંદન પાવડર અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.


-તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેક લગાવો. જેનાથી ત્વચા ચમકદાર દેખાશે.


4. કિવિ-બનાના ફેસ માસ્કઃ 
સામગ્રી-એક કિવિ, એક ટેબલસ્પૂન છુંદેલા કેળા, એક ટેબલસ્પૂન દહીં
રીત-
-કિવિની છાલ કાઢીને તેના બોલમાં મેશ કરો.


-તેમાં કેળાનો પલ્પ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો.


-પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.


-અઠવાડિયામાં એકવાર આ પેક લગાવવાથી ત્વચામાં ચમક આવશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube