ખાટ્ટા-મીઠા ફાલસામાં છુપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા
Falsa Benefits: ઉનાળામાં ફાલસા ખાવાથી તમને ઘણા ફાયદા મળે છે. તેમાં આયર્ન, સોડિયમ, વિટામિન બી1, બી2, બી3, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
Falsa Benefits: કુદરતે આપણને કેટલાક એવા ફળો ભેટમાં આપ્યા છે જે ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. આવું જ એક ફળ છે ફાલસા. તે મધ્ય ભારતમાં વ્યાપકપણે જોવા મળે છે. આ ફળ નાનુ અને તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન પણ તેમાં જોવા મળે છે, જેના કારણે તેને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે.
ફાલસા ખાવાના ફાયદા
1. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાલસા ખૂબ જ ફાયદાકારક છે. ફાલસા ફળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તેના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. આ સિવાય તેમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે આ ફળને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું બનાવે છે.
2. ફાલસામાં પાણીનું પ્રમાણ નોંધપાત્ર છે. તેનું સેવન કરવાથી તમે ઉનાળામાં ઘણો ફાયદો મેળવી શકો છો. તેનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે.
3. ફાલસા ફળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તે હાડકાંને મજબૂત બનાવે છે.
4. ફાલસામાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સંધિવા અને ઓસ્ટીયોપોરોસિસની સ્થિતિમાં ગંભીર હાડકાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. સાંધાઓની ગતિશીલતા વધારવામાં પણ મદદ કરે છે.
5. ફાલસા ફળમાં એન્ટીઓક્સીડેન્ટની હાજરી આપણા શરીરમાં કેન્સર વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. તેના ઉપયોગથી કેન્સરનો ખતરો ટાળી શકાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ આપણા શરીરને બ્રેસ્ટ અને લીવર કેન્સરથી બચાવે છે.
6. ફાલસાના ફળમાં હાજર ફાઈટોકેમિકલ્સ કમ્પાઉન્ડ શ્વાસ સંબંધી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.ફાલસાનો રસ અસ્થમા જેવા રોગોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
7. ફાલસા ફળમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ હૃદય સંબંધિત રોગો સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
8. ફાલસા ફળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેનો ઉપયોગ એનિમિયાની સારવારમાં મદદ કરી શકે છે.
આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube