Diabetes ના દર્દી નાળિયેર પાણી પીવે તો શુગર વધે કે ઘટે ? જાણો સાચો જવાબ
Diabetes: જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ હંમેશા કન્ફ્યુઝ રહે છે કે નાળિયેર પાણી પીવું જોઈએ કે નહીં ? કારણ કે નાળિયેર એવી વસ્તુઓમાંથી એક છે જેમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય. તેથી હંમેશા મનમાં વિચાર આવે છે કે નાળિયેર પીવાથી બ્લડ સુગર વધી જાય તો? આ પ્રશ્ન તમને પણ થતો હોય તો જાણી લો શું છે તેનો જવાબ..
Diabetes: નાળિયેર પાણી પીવાનો શોખ ઘણા લોકોને હોય છે. ખાસ કરીને વેકેશનમાં જ્યારે દરિયા કિનારે આવેલી જગ્યાઓએ ફરવા જવાનું થાય ત્યારે નાળિયેર પીવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ હંમેશા કન્ફ્યુઝ રહે છે કે નાળિયેર પાણી પીવું જોઈએ કે નહીં ? કારણ કે નાળિયેર એવી વસ્તુઓમાંથી એક છે જેમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય. તેથી હંમેશા મનમાં વિચાર આવે છે કે નાળિયેર પીવાથી બ્લડ સુગર વધે કે નહિ.
નારિયેળ પાણી આરોગ્યપ્રદ વસ્તુ છે. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી તે સ્થૂળતા અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જે જગ્યાએ વાતાવરણ ગરમ રહેતું હોય ત્યાં નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે નાળિયેર પાણી પીવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. ખાસ કરીને દરિયા કિનારાની જગ્યાઓમાં ભેજવાળું વાતાવરણ હોય છે અને પરસેવો પણ વધારે થાય છે તેવામાં નાળિયેર પાણી પીવાથી શરીરમાં પાણીની ખામી નથી રહેતી.
આ પણ વાંચો:
દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત
સતત AC માં રહેતા લોકો માથાના દુખાવા સહિત આ 5 સ્વાસ્થ્ય સમસ્યાનો ઝડપથી બને છે ભોગ
ડાયાબિટીસના દર્દીએ સવારે જાગી સૌથી પહેલા પીવી આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે Blood Sugar
જોકે ઘણા સંશોધનમાં એવું પણ સાબિત થયું છે કે જો વ્યક્તિ રોજ નાળિયેર પાણી પીવે તો તેનામાં ઇલેક્ટ્રોલાઇટ ઇન બેલેન્સની સમસ્યા થઈ જાય છે. ઇલેક્ટ્રોલાઇટ્સ એવા મિનરલ હોય છે જે શરીરની એનર્જીને જાળવી રાખવામાં મદદ કરે છે.
નાળિયેર પાણીનો સ્વાદ થોડો મીઠો હોય છે કારણ કે તેમાં નેચરલ શુગર હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓના મનમાં સતત પ્રશ્નો રહે છે કે નાળિયેર પાણી ડાયાબિટીસમાં પીવું જોઈએ કે નહીં. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે નાળિયેર પાણી પીવું ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
નાળિયેર પાણીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 થી ઓછું હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ ક્યારેય નાળિયેર પાણી પી શકે છે પરંતુ રોજ કેટલી માત્રામાં નાળિયેર પાણી પીવું તેની ચર્ચા ડોક્ટર સાથે જરૂરથી કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)