Copper Vessel Water Benefits: ખરાબ લાઈફસ્ટાઈલ અને ઈટિંગ ડિસઓર્ડરના કારણે મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે પેટ ખરાબ થવાની. તેનાથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા રહે છે. ઘણા લોકો પેટના રોગોથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાનું યોગ્ય માને છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી કફ, વાત્ત અને પિત્તની સમસ્યા દૂર થાય છે. પરંતુ શું ઉનાળામાં પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું જોઈએ ? અને જો હા તો કેટલી માત્રામાં પીવું યોગ્ય રહે છે ચાલો આજે તમને આ અંગે ઉપયોગી માહિતી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Milk benefits: મધ અને તજવાળું દૂધ પીવાનું રાખો રોજ, નહીં પડો વારંવાર બીમાર


છાતિમાં થતી બળતરાને સામાન્ય એસિડીટી સમજી ન કરવી અવગણના, હોય શકે છે આ ગંભીર સમસ્યા


ભૂખ્યા પેટ તરબૂચ ખાવાની ભુલ કરવાથી વધે છે આ બીમારીઓ થવાનું જોખમ


આયુર્વેદ નિષ્ણાંતોના મતે તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીને ચાર્જ્ડ વોટર કહેવામાં આવે છે. તાંબાના વાસણમાં લગભગ 7-8 દિવસ પાણી રાખવાથી પાણીમાં આ ગુણ આવે છે. જેના કારણે તે પાણી આપોઆપ થોડું ગરમ ​​થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે રોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાનું રાખો છો તો પેટની સમસ્યા દૂર થઈ જાય છે.


આ સિવાય સવારના સમયે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આંતરડાઓમાં જમા થયેલી ગંદકી પણ સાફ થઈ જાય છે. તેની સાથે જ ગેસ-એસીડીટી અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ રાહત મળે છે. જો કે અહીં ધ્યાન એ વાતનું રાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિને પેટમાં અલ્સરની કે એસિડિટની સમસ્યા હોય તો તેમણે ઉનાળામાં આ પાણી પીવાનું ટાળવું જોઈએ.


તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થતા લાભ 


તાંબાના વાસણમાં રાખેલું પાણી લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. આ પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે. આ પાણી સંધિવાની સમસ્યાને વધતાં અટકાવે છે. આ પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં એન્ટિ-કાર્સિનોજેનિક તત્વો હોય છે જે કેટલાક જીવલેણ રોગથી બચાવમાં મદદ કરે છે.


આ પણ વાંચો: 


શરીરમાં થતા આ 5 પ્રકારના દુખાવા પ્રત્યે ન રહેવું બેદરકાર, હોય શકે છે ગંભીર બીમારીનું


કેરીને ખાતા પહેલા શા માટે પાણીમાં પલાળવી હોય છે જરુરી જાણો છો ?


ઉનાળામાં માથાના દુખાવાથી લઈ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા


આ લોકોએ ન પીવું તાંબાના વાસણમાં રાખેલું પાણી


- તાંબાના વાસણમાં રાખેલું પાણી ફાયદો કરે છે પરંતુ ઉનાળામાં આખો દિવસ તાંબાના વાસણમાં રાખેલું પાણી ન પીવું જોઈએ. 


- જે લોકો પેટના અલ્સરથી પીડિત હોય તેમણે આ પાણી ન પીવું જોઈએ. 


- જો તમે કિડની અથવા હૃદયની કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ પાણી પીતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી. 


- એસિડિટીથી પીડાતા દર્દીઓએ ભૂલથી પણ તાંબાના વાસણમાં રાખેલુ પાણી ન પીવું. તેનાથી એસિડિટીની સમસ્યા વધે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)