નવી દિલ્હીઃ Dry Ginger Powder And Honey For Cough: શિયાળો શરૂ થતાં લોકોને સૌથી પહેલાં શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. જેનાથી રાહત મેળવવા માટે લોકો કફ સિરપથી લઈને આયુર્વેદિક ઉકાળા અજમાવતા હોય છે. ઘણીવાર આ ઉપાય અજમાવ્યા બાદ પણ કામ થતું નથી અને સમસ્યા યથાવત રહે છે. જો તમે પણ ઉધરસથી પરેશાન છો તો સુંઠ અને મધનો ઉપાય અજમાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધરસથી રાહત મેળવવા માટે કરો સુંઠ અને મધનો ઉપયોગ
1. આ ઉપાયને કરવા માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસમાં ગરમ પાણીમાં અડધી ચમચી સુંઠ પાઉડર નાખી મિક્સ કરો પછી તેને ગાળી લો. ત્યારબાદ આ પાણીમાં 1-2 ચમચી મદ મિક્સ કરી દિવસમાં 2-3 વખત પીવો. તમને ઉધરસથી રાહત મળશે. 


2. આ ઉપાય કરવા સમયે તમે 1-2 ચમચી મધમાં 1/4 ચમચી સુંઠ પાઉડર મિક્સ કરી દિવસમાં 2-2 વખત ચાવી-ચાવીને ખાઈ શકો છો. 


3.  તમે તમારી હર્બલ ટી, ગ્રીન ટી, રેગ્યુલર ટી, કેમોમાઇલ ટી વગેરે બનાવતા સમયે તેમાં સુંઠનો પાઉડર અને મધ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો. 


આ પણ વાંચોઃ Health Tips: ભૂલથી પણ ફ્રીઝમાં ના રાખો આ ફળ અને શાકભાજી, લેવાના દેવા પડી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube