ઝી બ્યૂરો, અમદાવાદઃ ફળ અને શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.  બંનેમાં અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. તેના સેવનથી હેલ્થ પર સારી અસર પડે છે. પરંતુ તેને ખાવાની એક રીત હોય છે. જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેની શરીર પર ખરાબ અસર પડે છે. એવામાંથી જ એક છે ફળ ખાધા બાદ પાણી પિવાનો સમય. તમે અનેકવાર સાંભળ્યું હશે કે ફળ ખાધા બાદ પાણી ન પિવુ જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આખરે ફળ ખાધા બાદ પાણી પીવું જોઈએ કે નહીં..


Women’s Day 2021: ભારતની એવી નારી શક્તિ જેમના કાર્યોની નોંધ આખી દુનિયાએ લીધી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેમાં અનેક પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરાવે છે. ડાયેટમાં તમારે ફળોને જરૂર એડ કરવા જોઈએ. જો કે ફળ ખાધા બાદ પાણી પીવા મામલે અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છે. જેમાં ફળ ખાધા બાદ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. વડીલો ફળ ખાધા બાદ પાણી ન પીવાની વાત કરે છે.


Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...


સવાલ એ ઉઠે કે આખરે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? શું ખરેખર ફળ ખાઈને પાણી પીવું જોઈએ કે નહીં? ફળ ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. તેની પાછળ અનેક કારણો છે. ફળમાં શર્કરા અને યીસ્ટની માત્રા હોય છે. ભોજન લીધા બાદ તેને પચાવવા માટે એસિડ બને છે. એવામાં ફળ પણ અનેક પ્રકારના એસિડ બનાવે છે. તમે પાણી પીશો તો પેટમાં એસિડની માત્રા વધી જશે.


ગુજરાતની આ મહિલા સ્ટાર Singers એ આખી દુનિયમાં વગાડ્યો ડંકો


ફળમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય છે. એવામાં ફળ ખાઓ ત્યારે શરીરમાં પહેલાથી જ વધુ પાણી હોય છે. તેના પર જો અલગથી પાણી પીવામાં આવે તો ઉલ્ટી થઈ શકે છે. ફળ ખાઈને પાણી પિવાથી પાચન શક્તિ નબળી પડે છે. પેટમાં ભોજન પચાવનારા એસિડનું નિર્માણ ધીમું પડી જાય છે. પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓ જોવા મળે છે. ફળ ખાઈને પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ જાય છે. સાથે જ એ બાદ તમને છાતીમાં બળતરા પણ થઈ શકે છે.


ક્યારે પીવું જોઈએ પાણી?
તો હવે સવાલ એ થાય કે પાણી ક્યારે પીવું જોઈએ? તો એનો પણ જવાબ અમે તમને આપી દઈએ. જો તમે ફળ ખાધા છે તો, તમારે એક કલાક બાદ પાણી પીવું જોઈએ. જેનાથી તમને કોઈ સમસ્યા નહીં થાય અને ફળના તમામ લાભ તમને મળી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube