Health Benefits of Drinking Water Before Brushing: મોટા ભાગના લોકો સવારે બ્રશ કર્યા બાદ કંઈક ખાવા-પીવાનું પસંદ કરે છે. તો એવા લોકો પણ છે જે સવારે વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. ડોક્ટરો અનુસાર વ્યક્તિએ સ્વસ્થ બની રહેલા માટે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ સવાલ તે ઉભો થાય છે કે વાી મોઢે કે બ્રશ કર્યા બાદ આખરે ક્યારે પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ સારૂ માનવામાં આવે છે. જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા ઈચ્છો છો તો આ સમાચાર તમારી મદદ કરી શકે છે. નોંધનીય છે કે આયુર્વેદથી લઈને હેલ્થ એક્સપર્ટ સુધી સવારે ઉઠી વાસી મોઢે પાણી પીવાની સલાહ આપે છે. તેમ માનવામાં આવે છે કે આમ કરવાથી ઘણા રોગો શરૂ થતાં પહેલા ખતમ થઈ જાય છે. આ રોગોમાં ગેસ, એસિડિટી, ત્વચા રોગ, કબજીયાત, ડલનેસ, બીપી અને ડાયાબિટીસ સુધી સામેલ છે. આવો જાણીએ સવારે વાસી મોઢે પાણી પીવાના શું છે ફાયદા અને બ્રશ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસી મોઢે પાણી પીવાના ફાયદા
વેટ લોસમાં ફાયદાકારક

સવારે વાસી મોઢે પાણી પીવાથી વેટ લોસમાં મદદ મળે છે. આમ કરાવાથી શરીરનું મેટાબોલિક રેટ વધે છે, જેનાથી કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. આ સિવાય વાસી મોઢે પાણી પીવાથી વ્યક્તિની ભૂખ કંટ્રોલ રહે છે. જેનાથી વ્યક્તિ સવારે એક્સ્ટ્રા કેલેરી લેવાથી બચી જાય છે. ઘણા એક્સપર્ટ તેમ માને છે કે સવારે બ્રશ કર્યા વગર જો તમે પાણી પીવો છો તો મોટાપાની સમસ્યાથી પણ બચી શકો છો. વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે સવારે બ્રશ કરતા પહેલા પાણી પીવાની આદત ફાયદો પહોંચાડી શકે છે.


આ પણ વાંચોઃ Alert..કોઈ પણ પ્રોડક્ટ લો તો ચેક કરો આ 5 કેમિકલ તો નથી ને, કેન્સરનું જોખમ વધારે છે!


બાઈ બીપી અને હાઈ સુગર
સવારે વાસી મોઢે પાણી પીવાથી હાઈ બીપી અને બ્લડ સુદરની સમસ્યાને કંટ્રલ કરી શકાય છે. તે માટે સવારે ઉઠી એક ગ્લાસ હુંફાળુ પાણી પીવો.


સારૂ પાચન
સવારે ઉઠવાની સાથે બ્રશ કર્યા વગર પાણીનું સેવન તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. આ આદત એસિડિટી, કબજીયા, ગેસને ખતમ કરી હેલ્ધી ડાઇજેશન બનાવી રાખવામાં મદદ કરે છે.


સારી ઇમ્યુનિટી સિસ્ટમ
સવારે બ્રશ કરતા પહેલા પાણી પીવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જે લોકોને સીઝનલ સંક્રમણને કારણે શરદી-ઉધરસની ફરિયાદ વધુ રહે છે, તેણે સવારે વાસી મોઢે પાણીનું સેવન જરૂર કરવું જોઈએ.


આ પણ વાંચોઃ ઘરમાં રહેલી 2 વસ્તુથી બનેલું ચૂર્ણ 21 દિવસમાં ડાયાબિટીસ સહિતની સમસ્યાનો કરશે ખાતમો


મોઢાની દુર્ગંધ થશે ગાયબ
હંમેશા ડ્રાઈ માઉથને કારણે વ્યક્તિના મોઢામાંથી વાસ આવવા લાગે છે. તેવામાં સવારે ઉઠી પાણીનું સેવન કરવાથી આ સમસ્યા ઠીક થઈ શકે છે. હકીકતમાં મોઢામાં બેક્ટીરિયાને ખતમ કરવા માટે લાળ હોવી જરૂરી છે, પરંતુ સૂવા સમયે સલાઇવાનું સ્તર ઓછું હોવાથી મોઢામાં બેક્ટીરિયા વધી શકે છે. જેનાથી મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. તેવામાં આ સમસ્યાથી બચવા માટે સવારે બ્રશ કરતા પહેલા પાણીનું સેવન કરો.


બ્રશ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?
બ્રશ કર્યા બાદ 15-20 મિનિટ સુધી વ્યક્તિએ કંઈ ખાવા-પીવાથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી ટૂથપેસ્ટના ગુણ ઘટી જાય છે.