Benefits Of Jaggery : સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા ગોળનો ઉપયોગ એ ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે ઓર્ગેનિક અથવા દેશી ગોળ ખાવાથી ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર છે. ભોજન બાદ થોડો ગોળ ખાઈ લેવાથી પાચન શક્તિ વધે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે આ વાત કદાચ મોટાભાગના લોકો જાણતા હશે. પણ શું તમે જાણો છો કે ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર છે. ગોળ બીમારીઓ સામે લડવાની શક્તિ વધારવાની સાથે સ્કિનના ડાઘ-ધબ્બાઓ દૂર કરે છે અને વાળ માટે પણ તે ગુણકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કિન માટે છે જરૂરી
ગોળમાં ભરપૂર મિનરલ્સ, વિટામિન્સ અને આયર્ન હોય છે. જે સ્કિન માટે એક નેચરલ ક્લિંઝરનું પણ કામ કરે છે. ગોળ ખાવાથી કબજિયાત દૂર રહે છે અને પેટ સાફ આવે છે. તેના કારણે સ્કિન પણ ગ્લો કરે છે. નવશેકા પાણી અથવા ચામાં ખાંડની જગ્યાએ ગોળ નાખીને પીવો.


કરચલીઓ
ઉંમર વધવાની સાથે કરચલીઓ ચહેરા પર વધવા લાગે છે. તેનાથી બચવા માટે ડેઈલી ડાયટમાં થોડો ગોળ ખાવો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેના પેક માટે 1 ચમચી દ્રાક્ષના પલ્પમાં, 1 ચમચી બ્લેક ટી, ચપટી હળદર, 1 ચમચી ગોળ અને રોઝ વોટર મિક્સ કરી 15 મિનિટ ચહેરા પર લગાવો અને પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.


આ પણ વાંચો : 


મુંબઈની ખાનગી હોસ્પિટલમાં થઈ રિષભ પંતની સર્જરી, રિકવરી વિશે ડોક્ટરોએ આપ્યા અપડેટ


ટોપલેસ થઈ આ હિરોઈને બોલિવૂડમાં મચાવ્યો હતો તહેલકો, એક ભૂલને કારણે કારકિર્દી રોળાઈ


ખીલ
નિયમિત રીતે ઓર્ગેનિક અથવા દેશી ગોળ ખાવાથી ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેનો પેક બનાવીને પણ લગાવી શકો છો. તેના માટે 1 ચમચી ગોળને 1 ચમચી ટામેટાંના રસ અને અડધાં લીંબૂના રસમાં મિક્સ કરી લેવું, પછી તેમાં ચપટી હળદર અને થોડી ગરમ ગ્રીન ટી મિક્સ કરો. આ પેક ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ધોઈ લો.


વાળ
ગોળમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ વાળને ભરાવદાર અને હેલ્ધી બનાવે છે. તેના માટે 1 ચમચી ગોળ લઈ તેમાં 2 ચમચી મુલતાની માટી, અડધો કપ દહીં અને પાણી મિક્સ કરીને પેક બનાવી લો. પછી આ પેક વાળ ધોવાના 1 કલાક પહેલાં વાળમાં લગાવો. તેનાથી વાળ મુલાયમ, ઘાટ્ટા અને શાઈની બનશે.


લોહીને સાફ કરે છે
લોહી અશુદ્ધ હોવાથી સ્વાસ્થ્ય અને સ્કિન સંબંધી ઘણાં પ્રોબ્લેમ્સ થઈ શકે છે. જેથી ગોળ લોહીને સાફ રાખવાની સાથે એનિમિયાનો રોગ પણ દૂર કરે છે. લોહી સાફ હોવાથી ચહેરા પર એક્ને, ફોલ્લી, ખીલ થતાં નથી. જેથી રોજ થોડો ગોળ ખાવો. જે લોકો ઓવરવેટ અથવા ડાયાબિટીસના દર્દી છે તેમણે ગોળ ખાતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.


આ પણ વાંચો : ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો