Health Care: મીઠું એવી વસ્તુ છે જે ખોરાકના સ્વાદમાં સૌથી મહત્વનું હોય છે. જો મીઠું જરા પણ ઓછું હોય તો ભોજન ફીક્કુ લાગે છે. મીઠું જે રીતે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તે રીતે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. સામાન્ય જણાતું મીઠું સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે. જો તમે મીઠા વિનાનું ભોજન કરો છો તો તેનાથી શરીરમાં નબળાઈ લાગવા લાગે છે. તેના પરથી જ જાણી શકાય છે કે મીઠું શરીર માટે કેટલું જરૂરી છે. મીઠાના પણ ઘણા પ્રકાર હોય છે. તેના પ્રકારની જેમ તેના ગુણ પણ અલગ અલગ હોય છે. તો ચાલો તમને જણાવીએ મીઠાના કેટલા પ્રકાર હોય છે અને કયું મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Health Tips: આ 4 શાક કાચા ખાવાની ન કરવી ભુલ, ખાશો તો પહોંચી જશો હોસ્પિટલના ખાટલે


Health Tips: અશ્વગંધા ખાવાથી શરીરને થતા આ 5 ફાયદા વિશે નહીં જાણતા હોય તમે પણ


આ 3 સ્થિતિમાં બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કારણ અને બચવાના ઉપાય


સફેદ મીઠું
સફેદ મીઠું તમને બધા ઘરોમાં સરળતાથી મળી જશે. તેને શુદ્ધ મીઠું પણ કહેવામાં આવે છે. તેને પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેથી જ તેને કુદરતી મીઠું કહેવામાં આવતું નથી. આ મીઠામાં આયોડીનની માત્રા સારી એવી હોય. જે શરીરમાં આયોડીનની ઉણપને દૂર કરે છે. જો કે આ મીઠાનું વધુ પડતું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.


સી સોલ્ટ
દરિયાઈ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠાં કરતાં ખૂબ જ અલગ હોય છે. આ મીઠું બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા બને છે. તેમાં સોડિયમ ઓછું અને આયોડિનનું વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી કબજિયાત, સ્ટ્રેસ, ગેસ વગેરે જેવી સમસ્યાઓ થતી નથી. 


આ પણ વાંચો:


મોર્નિંગ વોક કર્યા પછી કરવા જ જોઈએ આ 3 કામ, સ્ટ્રેસ દુર થશે અને બોડી રહેશે ફીટ


Diabetes: દૂધમાં આ 3 માંથી કોઈ એક વસ્તુ ઉમેરી પીવો, બ્લડ સુગર વધવાની ચિંતા થશે દૂર


હિમાલયન સોલ્ટ
હિમાલયન સોલ્ટને પીંક સોલ્ટ કે રોક સોલ્ટ પણ કહેવાય છે. તેમાં સોડિયમ ઘણું ઓછું હોય છે. જે આપણા સ્વાસ્થ્યને લાભ કરે છે.  તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે.  


કાળું મીઠું કે સંચળ
આ મીઠું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમને કબજિયાત, ગેસ કે પેટમાં દુખાવાની સમસ્યા હોય તો તેનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મીઠું મોટાભાગે ઉનાળાની ઋતુમાં વપરાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)