Mango Health Benefit: કેટલાક નિયમોનું પાલન આપણા ઘરમાં વર્ષોથી થતું હોય છે. જેમ કે કેરીની સીઝન આવે ત્યારે આ વસ્તુ તમે પણ તમારા ઘરમાં જોઈ હશે. જ્યારે પણ ઘરમાં પાકી કેરી ખાવા માટે લાવવામાં આવે છે તો તેને સૌથી પહેલા પાણીમાં કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે. આ પ્રથા એટલા વર્ષોથી ચાલી આવે છે કે મોટાભાગના લોકો તેનું પાલન કરે છે પરંતુ આવું શા માટે કરવામાં આવે છે તેના વિશે જાણતા નથી. કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળવાનું એક મુખ્ય કારણ છે. આ વાત જાણ્યા પછી તમે ક્યારેય કેરીને પલાળ્યા વિના ખાશો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં માથાના દુખાવાથી લઈ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા


પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમાવો આ 5માંથી કોઈ એક દેશી ઈલાજ, તુરંત કરે છે અસર


નાળિયેર ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, નિયમિત ખાશો તો નહીં લાગે લૂ અને ગરમી


આપણા દાદી નાનીના સમયથી ઘરમાં સલાહ આપવામાં આવે છે કે કેરીને ખાતા પહેલા તેને ઓછામાં ઓછી એક કલાક સુધી તો પાણીમાં પલાળવી જ જોઈએ. હકીકતમાં આવું કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જો તમે કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખો છો તો તે શરીરમાં ઉત્પન્ન થતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. આ એક પ્રાકૃતિક અણુ છે જે અલગ અલગ પ્રકારના શાક ફળ અને ડ્રાયફ્રૂટ્સમાં હોય છે. જો તે શરીરમાં જાય તો તે ગરમી વધારે ઉત્પન્ન કરે છે જે શરીર માટે સારું નથી. 


કેરીને પાણીમાં પલાળી દેવાથી આ એસિડ દૂર થઈ જાય છે અને શરીરમાં ગરમી વધતી નથી. આ સિવાય કેરીને ખાતા પહેલા એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો તો તેના સૈપ ઓઈલને દૂર કરવામાં મદદ મળે છે. તમે ઘણી વખત અનુભવ્યું હશે કે કેરી ખાધા પછી ત્વચામાં બળતરા થાય. આવું ત્યારે થાય છે જ્યારે તમે કેરીને બરાબર પાણીમાં પલાળતા નથી. જો તમે કેરીને પાણીમાં પલાળીને ખાશો તો તેમાં રહેલા કેટલાક ઓઇલ અને તેની દૂર થઈ જાય છે જેના કારણે ત્વચામાં ખંજવાળ બળતરા જેવી તકલીફ થતી નથી. આ સિવાય કેરીને પલાળવાનું અન્ય એક કારણ એ પણ છે કે તેનો સ્વાદ વધી જાય છે. કેરીને પલાળી દેવાથી તે ફરીથી હાઇડ્રેટ થાય છે અને તેની કુદરતી મીઠાશ અને સુગંધ વધી જાય છે.