Rice Water Benefits: ભાત દરેક ઘરમાં ખવાતી વાનગી છે. આપણે ત્યાં ભાતનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. પરંતુ મોટાભાગે લોકો ભાત બનાવી તેનું પાણી ફેંકી દેતા હોય છે. પરંતુ આજ પછી તમે આ ભુલ નહીં કરો. કારણ કે આજે તમને જાણવા મળશે કે ભાતનું પાણી જેને ઓસામણ પણ કહેવાય છે તે શરીર માટે ઓષધી સમાન કામ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોખામાં પ્રોટીન, ફાઇબર એન્ટીઑકિસડન્ટ, ડાયેટરી ફાઇબર, ઝિંક, પોટેશિયમ જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે પાણીમાં ચોખા બને છે ત્યારે ચોખાના ગુણ પાણીમાં પણ આવે છે. તેવામાં જો તમે ચોખાના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને આટલા ફાયદા થશે.
 
ચોખાનું પાણી પીવાના ફાયદા


આ પણ વાંચો:


Jaggery Water: નિયમિત આ રીતે પીશો ગોળનું પાણી તો શરીરને થશે જબરદસ્ત ફાયદા


Ear Cleaning: કાનમાં આવતી ખંજવાળ મટાડશે આ તેલ, રાત્રે 2 ટીપાં નાંખો, કાન થઈ જશે સાફ


Health Tips: પુરુષોની નબળાઈ દુર કરે છે ખજૂર, જાણો નિયમિત ખાવાથી થાય છે કેટલા ફાયદા


1.  ચોખામાં ફાઈબર, વિટામિન્સ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે તેના પાણીનું નિયમિત સેવન કરો છો તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે


2. જે લોકોને ડાયેરિયાની સમસ્યા હોય તેમના માટે ચોખાનું પાણી સારો વિકલ્પ છે. હુંફાળુ ચોખાનું પાણી પીવાથી નબળાઈ આવતી નથી અને ડાયેરિયા પણ મટે છે. 


3. ચોખાના પાણીમાં એવા તત્વ હોય છે જેના કારણે વાળ અંદરથી મજબૂત બને છે. ચોખાનું પાણી વાળનો ગ્રોથ પણ વધારે છે.  


4. જો તમે તમારી ત્વચાની ચમક વધારવા માંગો છો તો ચોખાનું પાણી તેના માટે સૌથી અસરકારક ઉપાય છે.  


5. ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે. અને કબજિયાતની સમસ્યા પણ દુર થાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)