એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટના રોટલા ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. જોકે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. એ વાત અલગ છે.. કે બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો છે, જે આપણા શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે  અમે તમને બાજરો ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરી ખાવાનું ચોક્કસ શરૂ કરી દેશો....


શિયાળો આવે એટલે....આપણને બાજરીના રોટલા, રીંગણનો ઓળો, લસણની ચટણી જેવી ચીજો ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. ટ્રેડિશનલ અને સીઝન મુજબ ખોરાકમાં પરિવર્તન કરતા ગુજરાતી પરિવારોમાં શિયાળો આવતાં જ બાજરી આવી જાય છે. મેં તો જોયું છે કે કેટલાક ડાયટિશ્યનો પણ લો-કૅલરી અને પચવામાં હલકી બાજરીનો શિયાળામાં છૂટથી ઉપયોગ કરવાની સલાહ આપે છે. 


બાજરીની વાનગીઓ થોડીક માત્રામાં અથવા તો દસ-બાર દિવસે એકાદ વખત ખાવી ઠીક છે, કારણ કે તેના ફાયદા અને નુકશાન બન્ને છે... જેથી તેનો ડેઇલી ખોરાકમાં ઉપયોગ યોગ્ય નથી. આજકાલ લોકો મલ્ટિગ્રેનના ક્રેઝમાં તેમ જ જૂનું એ તો સારું એમ માનીને આંતરે દિવસે બાજરીનો રોટલો કે ઢેબરાં બનાવીને ખાય તો એ ફાયદા કરતાં નુકસાન થવાની શક્યતાઓ વધુ છે.


પહેલાં ફાયદાની વાત


1. વધારે છે એનર્જી:
બાજરાના રોટલા સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.


2. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ:
ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે.


3. મોટાપાને કરે છે દૂર:
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.... બાજરી ઉષ્ણ ગુણ ધરાવતી બાજરી પિત્તવર્ધક છે. એ કફ ખોતરીને કાઢવાનો ગુણ ધરાવતી હોવાથી શિયાળામાં એના સેવનથી કફ થતો નથી અને થયો હોય તો છૂટો પડીને નીકળી જાય છે. એ પચવામાં હલકી હોવા છતાં બળવર્ધક છે. ગરમ તાસીરને કારણે ઠંડા પ્રદેશોમાં તેમ જ ઠંડી સીઝનમાં એનું સેવન કરવાથી શરીરને ઉષ્મા મળે છે.


ગેર ફાયદા


કબજિયાત કરે બાજરી
કડકડતી ઠંડી ન હોવા છતાં બાજરી ખાવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે.  ઘણા લોકોને બાજરી સદતી નથી. એ ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમ જ કબજિયાતને કારણે હરસ-મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પિત્તની તકલીફ હોય અથવા ગૅસ અને ઍસિડિટી રહેતાં હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી.


ભરપૂર ઘી સાથે ખાઓ
આજકાલ બાજરીનો રોટલો ન સદવાનું એક કારણ રૂખો રોટલો ખાવાની આદત પણ છે. ડાયટિંગના નામે લોકો સૂકો અથવા તો માત્ર નામનું ઘી અડાડીને બાજરીનો રોટલો ખાય છે. એનાથી કદાચ ચરબી ઓછી જાય, પણ શરીરને ઓવરઑલ નુકસાન થાય. ફૅટની ચિંતા હોય તો ગાયનું શુદ્ધ અને જૂનું ઘી વાપરવું. તમે જોયું હશે રોટલામાં ઘણુંબધું ઘી ચૂસાઈ જાય છે. રોટલો ગરમ હોય ત્યારે જ એનું ઉપરનું પડ કાઢીને ભારોભાર ઘી પિવડાવેલો રોટલો બેસ્ટ કહેવાય. બાજરીનો પિત્તકારક ગુણ ગાયના ઘીથી સંતુલિત થાય છે.


ગોળ-ઘી-રોટલો ખાઓ
શિયાળામાં આંતરે દિવસે નહીં પણ અઠવાડિયે-દસ દિવસે એકાદ વાર બાજરીનો રોટલો ભારોભાર ઘી અને એક વર્ષ જૂના દેશી ગોળ સાથે ચોળીને ખાવામાં આવે તો એ ઉત્તમ પોષક પુરવાર થાય. તો અઠવાડિયે બે વખત આ કૉમ્બિનેશન લઈ શકાય.