Long pepper: પીપરી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. તે દેખાવમાં મરી જેવી લાગે છે. પરંતુ આકારમાં તે લાંબી હોય છે. પીપરીનો ઉપયોગ વિવિધ મસાલા અને ઔષધી તરીકે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય સમસ્યામાં પીપરી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે અને સાથે જ બીમારીઓના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને શિયાળામાં તો પીપરી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપરી ખાવાના ફાયદા


આ પણ વાંચો: Custard Apple: પાપડતોડ પહેલવાનનું ટેગ હટાવવું હોય તો ખાવ આ ફળ, શરીર થશે હૃષ્ટપુષ્ટ


કફ મટે છે


શિયાળામાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા વારંવાર થતી હોય છે. કફ અને વાત દોષને દૂર કરવા માટે પીપરી ફાયદાકારક છે. કફની સમસ્યા મટાડવા માટે પીપરીના ચૂર્ણને મધ સાથે મિક્સ કરી તેનું સેવન કરો અથવા તો તેનો ઉકાળો બનાવીને પીવો. 


પાચન માટે


શરદી-ઉધરસમાં રાહત આપવાની સાથે પીપરી પાચનને પણ સુધારે છે. કબજીયાત અને અપચા જેવી સમસ્યામાં પીપરીને શેકીને ખાવાથી ફાયદો થાય છે. પીપરીનું નિયમિત રીતે સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને પાચન શક્તિ સારી રહે છે. 


આ પણ વાંચો: Oral Health: આ 5 ઘરગથ્થુ ઉપાયથી દાંતનો સડો થશે દુર, દુખાવાથી મળશે રાહત


ઇમ્યુનિટી બુસ્ટ થાય છે


શરદી, ઉધરસ પાચનની સમસ્યાને દૂર કરવાની સાથે પીપરી ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. જેથી તમે વારંવાર બીમાર પડવાથી બચી જાઓ છો.


આ ફાયદાઓની સાથે પીપરીનું સેવન કરવાથી વધેલું વજન ઓછું થાય છે. શ્વાસ સંબંધિત સમસ્યા દૂર થાય છે. સાથે જ અનિંદ્રા અને લીવર માટે પણ પીપરી લાભકારી છે. જે લોકોને વારંવાર ઉલટી થતી હોય તેમણે પણ પીપળીનું સેવન કરવું જોઈએ. તેનાથી ફાયદો થાય છે.


આ પણ વાંચો: Clove Benefits: શરીરને નિરોગી રાખે છે લવિંગ, રોજ ચાવીને ખાવાથી થશે આ ફાયદા


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)