હાયપરટેન્શન અને મેદસ્વીતા સ્ટ્રોક માટેનાં મહત્વનાં પરિબળ છે અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સ્ટ્રોકને દૂર રાખી શકાય છે. આઈએસએના પ્રેસીડેન્ટ ડો. જેયરાજ પાંડિયન જણાવ્યું હતું કે સ્ટ્રોક કોઈને પણ, કોઈ પણ ઉંમરે થઈ શકે છે. સ્ટ્રોક થવા માટેનુ પ્રથમ કારણ હાયપરટેન્શન છે. હૃદયરોગો, મેદસ્વીતા, ધૂમ્રપાન, અને અતિશય પ્રમાણમાં મદ્યપાન સ્ટ્રોક માટેનાં મહત્વનાં જોખમી પરિબળો છે. જોખમોની વહેલી ઓળખ અને તેને હલ કરવા, તંદુરસ્ત આહાર, નિયમિત કસરત સહિતના જીવનશૈલીમાં ફેરફારો લાવીને તેમજ યોગ્ય વજન જાળવાં જેવાં પગલાંથી સ્ટ્રોકને રોકી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાયાના સ્તરે સ્ટ્રોક મેનેજમેન્ટ માટે ક્ષમતા નિર્માણની કવયતના ઉદ્દેશથી  "સ્ટ્રોક પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ"  વિષયે  ઈન્ડીયા હાઈપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટીવ (આઈએચસીઆઈ) અને ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) ના સહયોગથી યોજાયેલા આ બીજા વેબીનારમાં સમગ્ર દેશમાંથી 800થી વધુ ફિઝિશ્યને હાજરી આપી હતી.  આ વેબીનારમાં 1400થી વધુ નર્સ અને અન્ય હેલ્થકેર સ્ટાફ પણ સામેલ થયા હતા.આઈએસએના સેક્રેટરી ડો. અરવિંદ શર્માએ જણાવ્યુ હતું કે ભારતમાં દર વર્ષ સ્ટ્રોકના 18 લાખથી વધુ કેસ નોંધાય છે, પણ 80 ટકાથી વધુ કેસ રોકી શકાય તેવા હોય છે.


ડો.શર્માએ વધુમાં જણાવ્યું હતું કે "સ્ટ્રોકનાં લક્ષ્ણો વહેલાં જાણી શકાય તો તેને રોકવામાં સહાય થઈ શકે છે.  ઈન્ડીયન સ્ટ્રોક એસોસિએશને ઓકટોબર માસને સ્ટ્રોક જાગૃતી માસ તરીકે મનાવીને કેટલાક કાર્યક્રમોનુ આયોજન કર્યુ હતું અને એસોસિએશને આ અંગે જગૃતિ વધારવાના પ્રયાસો જાળવી રાખશે.”

PhonePe ના યુઝર્સને ઝટકો!!! મોબાઈલ રિચાર્જ પર આપવો પડશે Extra Charge


આઈએસએની એકઝિક્યુટિવ સમિતિનાં સભ્ય ડો. પી વિજયાએ જણાવ્યુ હતું કે  ભારતમાં સ્ટ્રોકનાં કુલ કેસમાં 50 વર્ષ કે તેથી નાની ઉંમરના લોકો એક ચતુર્થાંશ કે એક પંચમાંશ જેટલા હોય છે.તેમણે જણાવ્યું કે જે લોકોને ડાયાબિટીસ હોતો નથી તેવા લોકોની તુલનામાં ડાયાબિટીસ ધરાવતા લોકોને સ્ટ્રોકની સંભાવના ત્રણ  કે ચાર ગણી હોય છે.આઈએચસીઆઈના સિનિયર કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઓફિસર ડો. કિરણ દુર્ગદે જણાવ્યુ હતું કે સમતોલ ખોરાક, મીઠાના વપરાશમાં ઘટાડો  અને શરીરનુ વજન યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવા જેવા જીવનશૈલીના ફેરફારો સ્ટ્રોકને રોકી શકે છે.


આઈસીએમઆર ખાતે સિનિયર સાયન્ટીસ્ટ ડો.મિનાક્ષી શર્માએ કહ્યુ કે જે હાયપરટેન્શનને મેનેજ કરી શકાય તો સ્ટ્રોકના કેસને નોંધપાત્ર પ્રમાણમાં રોકી શકાય છે. તેમણે કહ્યુ કે, જો શહેરી વિસ્તારો સાથે તુલના કરવામાં આવે તો  ગ્રામ વિસ્તારોમાં સ્ટ્રોકનો વ્યાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે.


વિશ્વ આરોગ્ય સંસ્થાનાં કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઓફિસર ડો. લલિતા સિસોદીયાએ આરોગ્ય સુવિધાઓમાં હાયપરટેન્શન અને ડાયાબીટીસ નિયંત્રણ માટેનાં આવશ્યક પગલાં જરૂરી ગણાવી તેમણે હૉસ્પિટલોમાં ટીમ આધારિત અને દર્દી કેન્દ્રીત સંભાળ તથા માહિતી વ્યવસ્થા અંગે વાત કરી હતી.આઈસીએમઆર ખાતે સાયન્ટીસ્ટ, અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીમાં કાર્યરત ડો.ગણેશકુમારે પણ હાયપરટેન્શનને રોકવા અને સ્ટ્રોકને અટકાવવા જીવનશૈલીમાં ફેરફારોનો આગ્રહ રાખ્યો હતો.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube