PhonePe ના યુઝર્સને ઝટકો!!! મોબાઈલ રિચાર્જ પર આપવો પડશે Extra Charge
ફોનપે (PhonePe) એ કહ્યું છે કે રિચાર્જ પર અમે નાના નાના પ્રયોગ કરી રહ્યાં છીએ. જ્યાં કેટલાક યુઝર્સ મોબાઈલ રિચાર્જ માટે પેમેન્ટ કરી રહ્યાં છે. 50 રૂપિયાથી ઓછાના રિચાર્જ (Recharge) પર કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવશે નહીં.
Trending Photos
નવી દિલ્હી: PhonePe એ 50 રૂપિયાથી વધુના મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) માટે દરેક ટ્રાન્ઝેક્શન પર 1થી 2 રૂપિયા પ્રોસેસિંગ ફી લેવાનું શરૂ કર્યું છે. જ્યારે GooglePay, Paytm અને Amazon જેવા અન્ય સ્પર્ધક એપ્લીકેશન હજુ પણ ફ્રી સર્વિસ આપી રહ્યાં છે.
કંપનીએ જણાવ્યું છે કે તેઓ 50 રૂપિયાથી ઓછાના રિચાર્જ પર કોઈ પણ પ્રકારના ચાર્જ લગાવશે નહીં. કંપની મુજબ, 50થી 100 રૂપિયાના રિચાર્જ પર 1 રૂપિયો અને 100થી વધુના રિચાર્જ પર 2 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. PTI ન્યુઝ એજન્સી તરફથી આ માહિતી આપવામાં આવી છે.
આ અંગે ફોનપે (PhonePe) એ કહ્યું છે કે રિચાર્જ પર અમે નાના નાના પ્રયોગ કરી રહ્યાં છીએ. જ્યાં કેટલાક યુઝર્સ મોબાઈલ રિચાર્જ માટે પેમેન્ટ કરી રહ્યાં છે. 50 રૂપિયાથી ઓછાના રિચાર્જ (Recharge) પર કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે 50થી 100 રૂપિયાના રિચાર્જ પર 1 રૂપિયો અને 100થી વધુના રિચાર્જ પર 2 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આ પ્રયોગનો ભાગ હોવાને કારણે મોટા ભાગના યુઝર્સ કાં તો રૂપિયા નથી આપી રહ્યાં અથવા માત્ર 1 રૂપિયો આપી રહ્યાં છે.
સાથે જ બીજી કંપનીઓની જેમ PhonePe ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા કરાયેલા પેમેન્ટ્સ માટે પણ પ્રોસેસિંગ ફી લઈ રહ્યું છે. જો કે ફોનપે પર બાકી ટ્રાન્ઝેક્શન્સ પહેલાની જેમ ફ્રી રહેશે. થર્ડ પાર્ટી એપ્સમાં UPI ટ્રાન્ઝેક્શન મામલે ફોનપેની મોટી ભાગેદારી છે.
કંપનીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્લેટફોર્મ પર 165 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા છે. એપ સેગમેન્ટમાં કંપનીની 40 ટકાથી વધુ ભાગીદારી હતી. ફોનપેની સ્થાપના 2015માં ફ્લિપકાર્ટના પૂર્વ અધિકારી સમીર નિગમ, રાહુલ ચારી અને બુર્જિન ઈન્જીનિયરે કરી હતી. ફોનપેના 300 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે