નવી દિલ્હી: સતત વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ઠંડી તો ક્યારેક એકદમ ગરમી લોકોને મુશ્કેલી થઇ રહી છે. બદલાતા હવામાનના લીધે લોકોને મોટાભાગે ડેંગ્યૂ, મલેરિયા જેવી બિમારીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ હવામાનમાં સૌથી વધુ મચ્છર ઉત્પદન થાય છે. જો એકવાર કરડી લે તો શરીરને બિમારીઓથી ઘેરી લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ ઇચ્છો છો કે તમારા શરીરને બદલાતા હવામાનથી કોઇપણ પ્રકારની પરેશાની એટલા માટે આજે અમે તમારા માટે લાવ્યા છીએ બચવાના ઉપાય.


મલેરિયાથી બચવા માટે કેટલીક સલાહ:


* ઘરમાં એકત્રિત તાજા પાણીમાં મલેરિયાના મચ્છર પેદા થાય છે. એટલા માટે એ મહત્વપૂર્ણ છે કે તમારા ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીને જમા થવા ન દો. મચ્છરનું ચક્ર પુરો થવામાં 7-12 દિવસ લાગે છે. એટલા માટે જો પાણીને સ્ટોર કરવાંર કોઇપણ વાસણ અથવા કંટેનરને અઠવાડિયામાં એકવાર સારી રીતે સાફ કરવામાં આવે તો મચ્છરોના પ્રજનનની કોઇ સંભાવના રહેતી નથી. 


* મચ્છર મની પ્લાસ્ટના કુંડામાં અથવા તો ધાબા પર પાણીની ટાંકીઓમાં ઇંડા મુકે છે, જો તેને યોગ્ય રીતે કવર નથી તો ધાબા પર રાખવામાં આવેલા પક્ષીઓના વાસણને દર અઠવાડિયે સારી રીતે સાફ ન કરવામાં આવે તો મચ્છર તેમાં ઇંડા મુકી શકે છે. 


* રાત્રે મચ્છરદાની અથવા રેપેલેંટનો ઉપયોગ કરવાથી મલેરિયાથી બચી શકાતું નથી, કારણ કે આ મચ્છર દિવસે કરડે છે. 


* મલેરિયાના મચ્છર અવાજ કરતા નથી, એટલા માટે જો મચ્છર અવાજ ઉત્પદન્ન કરે છે, તે બિમારીઓનું કારણ બનતા નથી. 


* ફૂલ સ્લીવ્સનો શર્ટ અને ટ્રાઉઝર પહેરવાથી મચ્છરોના કરડવાથી બચી શકાય છે. મચ્છરથી બચવા માટે દરરોજ ક્રીમ લગાવી શકો છો.