Diabetes: આજની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓ પેદા થાય છે. એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને બ્લ્ડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે ઘણી પરેશાનીઓ સામનો કરવો પડે છે. ત્યારે ડાયાબિટીસના દર્દીઓ કેરીની પંરતુ તેના પાન ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઉનાળાનો ચાલી રહ્યો છે, એવામાં કેરી તો તમામે ખાવાની શરૂ કરી દીધી હશે, તમને જણાવી દઈએ કે, કેરીના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા ઉપયોગી છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે. તો આવો સમજવાનો પ્રયાસ કરીએ કે આ ફળના પાનનો ઉપયોગ બ્લડ શુગર કંટ્રોલમાં કેવી રીતે કરી શકાય. જો કે, ગંભીર દર્દીઓએ તેનો ઉપયોગ કરતા પહેલા તેમના ડોક્ટરની એકવાર સલાહ જરૂર લેવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરીના પાનમાં હોય છે આ ગુણ
કેરીના પાનમાં પેક્ટિન, વિટામિન સી અને ફાઈબર મળી આવે છે. જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે એવા લોકો જેમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તે પણ તેનું સેવન કરી શકે છે. ત્યારે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પણ તેને ટ્રાય કરી શકે છે. તેનાથી તમારું વજન ઝડપથી ઓછું થશે. એવા લોકો જેમની આંખોની રોશની ઓછી છે તે પણ કેરીના પાનનું સેવન કરી શકે છે. તેના સેવનથી આંખોની રોશની વધારવામાં મદદ મળશે.


આ યુવતીઓનું ભાગ્ય હંમેશા રહે છે ચમકતુ, જો તમારી લાઈફમાં એન્ટર થઈ જાય તો...


કેરીના પાનનો આ રીતે કરો ઉપયોગ
સૌથી પહેલા દર્દીએ 10-15 કેરીના પાન લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આખી રાત તેને એમ જ રહેવા દો. સવારે ઉઠીને તેને પાણીને ગાળી લો અને ત્યારબાદ તે પાણીને પી શકો છો. ધ્યાન રાખો કે તેને ખાલી પેટ પીવું. નિયમિત આ કરવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube