જો તમને મેડિટેશન કરતી વખતે નડે છે કોઈ સમસ્યા, તો આ નિયમોને ધ્યાનમાં રાખો
`પહેલુ સુખ તે જાતે નર્યા` આ કહેવતથી આપણે સૌકોઈ બહુ સારી રીતે પરિચિત છીએ, એટલે જ તો નિરોગી જીવનની સામે દુનિયાનાં દરેક સુખને પાંગળા ગણવામાં આવે છે. અને નિરોગી જીવન માટે ધ્યાનમાં બેસવું પણ ખુબ જરૂરી છે. ધ્યાનમાં બેસવાનો સમય, જગ્યા અને રીત બધુ જ પરફેક્ટ હશે તો એના ફાયદા પણ ચોક્કસથી થશે જ. જો જાણો ધ્યાનામાં બેસવાની યોગ્ય જગ્યા, યોગ્ય રીત અને સમય કેવી રીતે નક્કી કરશો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા અને સારા જીવન માટે ધ્યાનમાં બેસવું ખુબ જરૂરી છે. જો તમે ઈચ્છો છો કે શારીરિક રીતે સ્વસ્થ રહેવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહો તો તમે દરરોજ ધ્યાનમાં ચોક્કસથી બેસો. ધ્યાન કરવાની ઈચ્છા પ્રગટ કરવાની સાથે તેના વિશે વિચારવું ખુબ સરળ છે પરંતુ જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે મન ન લાગવું, ગબરામણ થવી આ એવી સમસ્યાઓ છે જેનો મોટા ભાગે લોકો સામનો કરતા હોય છે.
આજની લાઇફ સ્ટાઇલ અને ઝડપી બની રહેલી જિંદગીની દોડમાં તન-મન-ધનનું તાદાત્મ્ય સાધવું ઘણું મુશ્કેલીભર્યું બની ગયું છે. તે સ્થિતિમાં મેડિટેશન દ્વારા માનસિક થાક ઓછો થતાં આપણે અનેક રીતે સફળતા મેળવી શકીએ. એટલે કે મેડિટેશન, આત્મવિશ્વાસ, સંકલ્પ બળ દ્વારા માનસિક એકાગ્રતા વધારતાં, ધ્યાનયોગ દ્વારા માનસિક શાંતિની સાથે સાથે નવાં જોમ અને તાજગી તેમજ ઉત્સાહનો સંચાર થાય છે. જો તમને કોઇ ચિંતા હોય કે ઊંઘ ન આવતી હો, આવામાં જો તમે કોઇ ડોક્ટરનો સંપર્ક કરશો તો તેઓ પણ તમને મેડિટેશન કરવાની સલાહ આપશે. પરંતુ જો કેટલાક સામાન્ય નિયમોનું પણ લોકો પાલન કરવા લાગે તો તેમને આ સમસ્યામાંથી છુટકારો મળી શકે. તો ધ્યાન કરી તણાવમુક્ત અને ફિટ રહેવા માંગતા હોવ તો આ બાબતોનો ચોક્કસથી ધ્યાન રાખો.
WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે
યોગ્ય સમયની પસંદગી
કેટલીક વખતે લોકો ધ્યાન કરવા બેસે ત્યારે તેમને અનેક વિચારો આવવા લાગે છે અને ધ્યાનમાં નથી બેસી શકતા. તેની પાછળનું કારણ છે અયોગ્ય સમયે ધ્યાન કરવાનો પ્રયાસ કરવો. ધ્યાન કરવા માટે દરેક સમય યોગ્ય નથી હોતો. ધ્યાન માટે યોગ્ય સમય સવારના 4 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો છે. તેની પાછળનું કારણ એ છે કે આ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે 60 ડિગ્રીનો ખુણો બને છે. આ સમયે ધ્યાન કરવાથી પીયૂષગ્રંથિ અને શીર્ષગ્રંથિ પર સારો પ્રભાવ પડે છે અને ધ્યાન કરવામાં પણ મન લાગે છે.
યોગ્ય સ્થાનની પસંદગી
ધ્યાનમાં બેસતી વખતે યોગ્ય સ્થાનની પસંદગી પણ અત્યંત મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. ખુબ જ અવાજ અને ભીડવાળી જગ્યા પર ક્યારેય ધ્યાનમાં બેસી શકાતું નથી. ધ્યાનમાં બેસવા માટે શાંતિ ખુબ જ જરૂરી છે. સાથે જ યોગ્ય ઉજાસ હોવું પણ એટલું જ જરૂરી છે. જો તમે તમારીમાં પથારીમાં બેસીને ધ્યાન કરવા જશો તો નહી થઈ શકે. એટલે જ બેસવાનું સ્થાન પણ એટલું જ મહત્વપુર્ણ છે. તેથી એવી જગ્યાએ જ ધ્યાનમાં બેસવું જોઈએ જ્યાં શાંતિ, યોગ્ય અજવાળું, સકારાત્મક ઉર્જા મળી રહે.
તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો
ધ્યાનમાં બેસવાની યોગ્યરીત
કેટલાક લોકોને યોગ્ય સમય, યોગ્ય સ્થાનની પસંદગી કરવા છતાં ધ્યાનમાં બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ છે ધ્યાનમાં બેસવાની ખોટી રીત. જો તમે ધ્યાનમાં બેસતી વખતે ગમે તે રીતે બેસશો તો તમારા શરીર પર તેનો અલગ જ પ્રભાવ પડશે. શરીરના વિવિધ હિસ્સા પર દબાણનો અનુભવ થશે અને ધ્યાન ભંગ થશે. એટલે જ જ્યારે પણ તને ધ્યાનમાં બેસો તો એકદમ ટટ્ટાર બેસો. ખભા અને ગળાના ભાગને વધારે ખેંચવું નહી અને વધારે ઢીલા પણ ન છોડવા. કપડાં એકદમ ઢીલા પહેરવા.
ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા
ધ્યાનમાં બેસતા પહેલા થોડી કસરત કરવી
જ્યારે તમે પહેલી વખત ધ્યાનમાં બેસો છો ત્યારે આળસ, ઉંઘ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે અને ધ્યાનમાં નથી બેસી શકાતું. એટલે જ જ્યારે પણ ધ્યાનમાં બેસો તો થોડી કસરત કરી લો. આવું કરવાથી તમારા શરીરમાં લોહીનું યોગ્યરીતે ભ્રમણ થઈ શકશે અને શરીરમાં ઉષ્મા પેદા થશે જેથી ઉંઘ પણ ઉડી જશે. ધ્યાનમાં બેસતી વખતે થતી ગબરામણથી પણ છુટકારો મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube