5 દિવસથી વધારે આવતું માસિક આ ગંભીર બીમારીનું હોય શકે છે લક્ષણ
Menstruation Bleeding: ઘણી યુવતીઓ અને મહિલાઓને પાંચ દિવસથી વધારે પણ માસિક આવે છે અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. જો પાંચ દિવસ કરતાં વધારે માસિક આવતું હોય તો તેના પ્રત્યે બેદરકારી દાખવી જોઈએ નહીં. પાંચ કે તેનાથી વધુ દિવસ માટે આવતું માસિક કેટલીક ગંભીર સમસ્યાઓનું લક્ષણ પણ હોઈ શકે છે.
Menstruation Bleeding: પિરિયડ્સ એટલે કે માસિક એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જેમાંથી દરેક મહિલાને પસાર થવું પડે છે. ગર્ભધારણ માટે મહિલાનું માસિકમાં થવું જરૂરી છે. એક ઉંમર સુધી દરેક મહિલા દર મહિને પિરિયડ્સમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન ત્રણથી લઈને પાંચ દિવસ સુધી બિલ્ડિંગ થતું હોય છે. પરંતુ ઘણી યુવતીઓ અને મહિલાઓને પાંચ દિવસથી વધારે પણ માસિક આવે છે અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. ત્રણથી પાંચ દિવસ સુધી દુખાવો થાય અને માસિક આવે તે સામાન્ય બાબત છે. પરંતુ જો પાંચ દિવસ કરતાં વધારે માસિક આવતું હોય તો તેના પ્રત્યે બેદરકારી દાખવી જોઈએ નહીં. પાંચ કે તેનાથી વધુ દિવસ માટે આવતું માસિક કેટલીક ગંભીર સમસ્યાઓનું લક્ષણ પણ હોઈ શકે છે.
આ પણ વાંચો:
પલાળ્યા પછી બમણા થઈ જાય છે આ 4 વસ્તુઓના ગુણ, ખાલી પેટ ખાવાથી થાય છે સૌથી વધુ ફાયદો
High Cholesterol દુર કરવું હોય તો રોજના આહારમાં આ 5 શાકભાજીનો કરો સમાવેશ
ગુણકારી નાળિયેરથી પણ શરીરને થઈ શકે છે સમસ્યા, પીતાં પહેલા જાણી લો તેની આડઅસર વિશે
જો કોઈ મહિલાને પાંચથી વધારે દિવસ માટે માસિક આવે છે તો તે સામાન્ય નથી. આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને સ્વાસ્થ્ય નિષ્ણાત નો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે પાંચ દિવસથી વધારે માસિક આવે તો તેની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે.
હોર્મોનલ અસંતુલન
મહિલાઓમાં પ્રજનન પ્રક્રિયા દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન વચ્ચે અસંતુલન થાય છે. આ હોર્મોનના અસંતુલનના કારણે ઘણી મહિલાઓને 20 દિવસ સુધી માસિક પણ આવી શકે છે.
ફાઇબ્રોઈડ્સ
આ એક સામાન્ય બીમારી છે જેમાં ગર્ભાશયનો આકાર વધી જાય છે અને તેના ઉપર નાની ગાંઠ બને છે. આ તકલીફ ઘણી મહિલાઓમાં જોવા મળે છે જેના કારણે માસિક દરમિયાન અસહ્ય પીડા, હેવી બિલ્ડિંગ અને કમરનો દુખાવો રહે છે. આ સમસ્યા હોય તો ગર્ભપાત થવાનું જોખમ પણ વધી જાય છે.
પોલીપ્સ
આ સમસ્યામાં ગર્ભાશયની અંદર ગાંઠ બને છે. ગર્ભાશયની અંદર બનતી આ ગાંઠ સામાન્ય રીતે નોન કેન્સર હોય છે પરંતુ કેટલાક કેસમાં તે કેન્સરમાં પરિવર્તિત પણ થઈ જાય છે.
આ પણ વાંચો:
Low Blood Pressure ની સમસ્યા હોય તો ખાવાની શરુ કરો આ 4 વસ્તુઓ, બીપી રહેશે કંટ્રોલમાં
30 દિવસમાં વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાનું શરુ કરો
Fenugreek Benefits: નિયમિત શેકેલી મેથી ખાવાથી શરીરને થાય છે આ 4 જબરદસ્ત ફાયદા
કેન્સર
માસિક દરમિયાન અસહ્ય દુખાવો અને વધારે પ્રમાણમાં બ્લેડિંગ ગર્ભાશયની અંદર વધતા કેન્સરનું કારણ પણ હોઈ શકે છે.
દવાઓનું સેવન
રકત પાતળું કરતી એસ્પિરિન જેવી કેટલીક દવાઓ પણ માસિકમાં સમસ્યા કરી શકે છે. આ સિવાય ગર્ભ નિરોધક ગોળીઓનું ખોટી રીતે ઉપયોગ કરવો પણ જોખમી સાબિત થાય છે તેના કારણે પણ માસિક દરમિયાન સમસ્યા થાય છે.
માસિક દરમિયાન જો આ પ્રકારની સમસ્યા થતી હોય અથવા તો પાંચ દિવસથી વધારે બ્લેડિંગ થતું હોય અને અસહ્ય દુખાવો રહેતો હોય તો કેટલીક દવાઓથી રાહત મળી શકે છે પરંતુ કોઈ પણ દવાનો ઉપયોગ ડોક્ટરની સલાહ વિના કરવો નહીં. ગંભીર લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)