High Cholesterol દુર કરવું હોય તો રોજના આહારમાં આ 5 શાકભાજીનો કરો સમાવેશ

High Cholesterol: શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો ઘણી બધી બીમારીઓ શરીરમાં વધે છે. શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે. એટલા માટે જ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. કોલેસ્ટ્રોલ ના કારણે નસોમાં ફેટ જામી જાય છે. આ સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવા માટે રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.  

રીંગણા

1/4
image

રીંગણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે. જેના કારણે તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો ડાયટમાં રીંગણા સામેલ કરવા જોઈએ 

ડુંગળી

2/4
image

ડુંગળીનો ઉપયોગ શાકમાં તો કરવામાં આવે છે પરંતુ કાચી ડુંગળી ખાવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં જે ફાઇબર હોય છે તે કોલેજ રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને પણ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય તો ડુંગળી ખાવાની શરૂઆત કરવી જોઈએ.   

ભીંડા

3/4
image

ભીંડા એવું શાક છે જે દરેકને પસંદ હોય છે. ભીંડામાં ફાઇબર સૌથી વધારે હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેથી ભીંડાને પણ ડાયટમાં સામેલ કરવા જોઈએ.

લસણ

4/4
image

લસણ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તેને કંટ્રોલમાં કરવા માટે લસણ ખાવું જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)