Migraine: માઈગ્રેન સામાન્ય માથાના દુખાવાથી અલગ અને વધારે પીડાદાયક હોય છે. માઈગ્રેનના કારણે માથાનો દુખાવો થાય તો વ્યક્તિની હાલત બગડી જાય છે. માઇગ્રેનના કારણે વ્યક્તિને ઉલટીઓ શરૂ થઈ જાય છે અને અવાજ અને પ્રકાશથી પણ સમસ્યા થવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે માઈગ્રેન એક પ્રકારનો સાયકોસોમેટીક ડિસઓર્ડર છે. આ સમસ્યા મોટાભાગે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે થતી હોય છે. તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Health Tips: વારંવાર તરસ લાગવી સામાન્ય નથી... આ બીમારીનું હોય શકે છે લક્ષણ


માસિક ધર્મના દુખાવાને દવા વિના દુર કરશે 3 મસાલા, આ રીતે ઉપયોગ કરશો તો તુરંત થશે અસર


પીળી જ નહીં કાળી હળદર પણ છે સ્વાસ્થ માટે વરદાન, આ બીમારીઓમાં દવા જેવું કરે છે કામ


માઈગ્રેનસ સ્ટ્રોક


આ એક દુર્લભ સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. જ્યારે તમને માઈગ્રેનમાં દુખાવાની સાથે સ્ટ્રોક આવે છે ત્યારે તેને માઈગ્રેનસ સ્ટ્રોક કહેવાય છે. આવી સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડતી નસ બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિ આપાતકાલીન સ્થિતિ હોય છે. આ પ્રકારનો સ્ટ્રોક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 


માઈગ્રેનના કારણે આંચકી


માઈગ્રેનના કારણે આંચકી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. જોકે આવું ભાગ્યે જ થાય છે. નિષ્ણાતો અનુસાર માઈગ્રેન ની ગંભીર સ્થિતિ મગજને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે આંચકી આવવાનું જોખમ વધી શકે છે. 


માનસિક સ્વાસ્થ્ય


જે લોકોને સ્ટ્રેસ અને ડિપ્રેશન થવાની શક્યતા વધારે હોય છે તેમને માઈગ્રેન થવાની શક્યતા પણ વધારે હોય છે. સામાન્ય માણસની સરખામણીમાં જેને સ્ટ્રેસ વધારે હોય છે તેમને માઈગ્રેન નું જોખમ વધી જાય છે. માઇગ્રેનની સ્થિતિમાં ઊંઘ પણ બરાબર થઈ શકતી નથી. વારંવાર આવું થવાથી માઈગ્રેનનો એટેક આવી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)