Health Tips: શિયાળા દરમિયાન અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે બેડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઝડપથી વધી શકે છે. તેથી જરૂરી છે કે શિયાળા દરમિયાન તમે આહારમાં ખાસ સાવધાની રાખો. એવી દરેક વસ્તુનું સેવન કરવાનું ટાળો જેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે. આ સાથે જ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે તમે કેટલીક ટિપ્સ પણ ફોલો કરી શકો છો. જો બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી કંટ્રોલ કરવું હોય તો રોટલીના લોટમાં એક વસ્તુ ઉમેરીને તેનો ઉપયોગ કરશો તો પણ ઝડપથી ફરક દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વધતા પ્રદૂષણ અને ઠંડીમાં શરીરનું રક્ષણ કરશે આમળા, નિયમિત ખાવાથી 7 દિવસમાં દેખાશે અસર


ઘઉંના લોટમાં કાળા ચણાનો પાવડર મિક્સ કરીને તેનાથી રોટલી બનાવીને તેનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવા માટે ફાઇબર યુક્ત આહાર લેવો જોઈએ. તેના માટે ઘઉંના લોટમાં કાળા ચણાનો પાવડર મિક્સ કરવો જોઈએ. આ બંને લોટને મિક્સ કરીને તેમાંથી બનેલી રોટલી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. ઘઉંના લોટમાં કાળા ચણાનો લોટ કરાવીને મિક્સ કરી દેવો જોઈએ. ઘઉંના લોટમાં કાળા ચણાનો લોટ મિક્સ કરીને નોર્મલ રોટલીની જેમ જ તેની રોટલી બનાવવી અને રોજ તેનું સેવન કરવું.


આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તેમણે શિયાળામાં રોજ ખાવી આ વસ્તુઓ, દવા વિના બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં


ઘઉં ચણાની રોટલી ખાવાથી થતા ફાયદા


- આ રોટલી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે જેનાથી વજન ઝડપથી ઘટે છે.


- કાળા ચણા અને ઘઉંની રોટલી ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.


- જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી ખાવી જોઈએ તેનાથી કબજિયાત અને પેટ સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે.


આ પણ વાંચો:Health Tips: દૂધની સાથે ખાશો આ વસ્તુઓ તો શરીર બની જશે બીમારીઓનું ઘર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)