Smartphone Addiction: આજના સમયે તમે કોઈ પણ કામ તમારા મોબાઈની મદદથી આંગળીના ટેરવે કરી શકો છો.ટેક્નોલોજી એવી વસ્તુ છે જે આનંદની સાથે આફતને પણ નોતરે છે.જો સાવધાની સાથે વપરાશ કરવામાં આવે તો ઉપયોગી સાબિત થાય છે.પરંતુ લાપરવાહી દાખવો તો ટેક્નોલોજી આફત બની જાય છે.જેમાથી એક છે તમારો મોબાઈલ ફોન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાન સમયમાં મોબાઈલ વ્યક્તિનું અભિન્ન અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો જેમાં ખાસ કરીને યુવાનો મોબાઈલ વગર રહી શકતો નથી.જો મોબાઈલ સાથે ન હોય તો વ્યક્તિને ડર લાગવા લાગે છે.મનોવિજ્ઞાનની ભાષામાં તેને નોમોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.ત્યારે મોબાઈલના ઉપયોગમાં કેવી સાવધાની રાખવી જોઈએ તે પણ જાણી લો.


યુવાનોમાં વધ્યુ સ્માર્ટ એડિક્શન(Smartphone Addiction)
આજે દરેક વ્યક્તિ પોતાનો સૌથી વધુ સમય મોબાઈલ સાથે વિતાવે છે.જેમાં ખાસ કરીને યુવાનોમાં સ્માર્ટ એડિક્શન ખુબ જ વધી રહ્યું છે.સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવું એ યુવાનોની હોબી બની ગયું છે.દુનિયાભરમાં લગભગ ત્રીજા ભાગના યુવાનો મોબાઈલની લતથી પીડાય છે.જેના કારણે યુવાનોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

આ પણ વાંચો:   આ કાંદામાં નપુંસકતાને દૂર કરવાની કમાલની તાકાત, 21 દિવસ ખાઇ જુઓ પછી જુઓ જાદૂ


તમે પણ હોઈ શકો છો સ્માર્ટ એડિક્શનના શિકાર
જો તમે આખો દિવસ મોબાઈલ સાથે રાખો છો, નિયમિત પણે ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા ચેક કરતા રહો છો, મેસેજ આવતાની સાથે તેને જોવા માટે આતુર બની જાઓ છો તો તમે પણ સ્માર્ટ એડિક્શનના શિકાર છો.તમારે સમજી જવું જોઈએ કે તમે મોબાઈલની લતના શિકાર બની ગયા છો.જો કે આના શિકાર બનનાર તમે એક માત્ર વ્યક્તિ નથી.મોટા ભાગના લોકો આજે આ લતથી પીડાય છે.

આ પણ વાંચો:  40+ છતાં આ રીતે ફીટ રહે છે મલાઈકા અરોરા?, જાણો સેક્સી ફિગરનું રહસ્ય?


નથી ઊંઘી શકતા યુવાનો
લંડનની કિંગ્સ કોલેજના સર્વેમાં ખુલાસો થયો છે કે સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ  યુવાનો કરે છે.1043 લોકોના મત જાણી સર્વે કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 18થી 30 વર્ષની હતી.જેમાં ત્રીજા ભાગના લોકો મોબાઈલની લતના શિકાર હોવાનું સામે આવ્યું હતું.39 ટકા લોકોમાં તો મોબાઈલ ન મળે તો કાબૂ ગુમાવવાની નોબત આવે તેવી સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો:   શારીરિક સંબંધ માટે સ્ત્રી-પુરૂષ કેવી રીતે કરે છે ઇશારા? વધી જાય છે ચહેરાની લાલિમા


ગુજરાતમાં પણ વધ્યું છે નોમોફોબિયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 74 ટકા કિશોરો અને યુવાનોએ જણાવ્યું હતું કે તેમને મોબાઈલ વગર બેચેની અનુભવાય છે. 27 ટકા વૃદ્ધ વ્યક્તિઓએ કહ્યું કે મોબાઈલ વગર બેચેન થઈ જઈએ છીએ.યુવાનોએ કહ્યું અમે સવારે ઉઠીને પહેલું કામ મોબાઈલ પર આવેલ મેસેજ અને સોશિયલ મીડિયા ચેક કરવાનું કરીએ છીે


કેવી રીતે બચશો નોમોફોબિયાથી
નોમોફોબિયાથી બચવા માટે વધારે સમય ફોનથી દૂર રહેવું જોઈએ. પરિવાર કે પછી અન્ય કોઈ વડીલ સાથે વાતચીતમાં સમય પસાર કરવો જોઈએ. મનના વિચારો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નાના બાળકો સાથે સમય પસાર કરો કે પછી ચાલવા જવું જોઈએ.મોબાઈલથી દૂર રહી વાંચનમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube