નવી દિલ્હી: શહેરના માર્ગો પર હવે વૃક્ષો ઘટી ગયા છે. પરંતુ ગામડામાં આંબાથી લઈને અનેક જાતના વૃક્ષો અને ફળો હોય છે. આવું જ એક ફળ ઉનાળામાં જ જોવા મળે છે, જે કિડા જેવું લાગે છે. પરંતુ જ્યારે તમે તેને ખાશો, ત્યારે તમે સ્વાદમાં ખોવાઈ જશો. અમે વાત કરી રહ્યા છે કાળા-લાલ શેતૂરની. ગરમીમાં આ ફળોના સેવન માત્ર લૂ રોકે છે તેવું નથી તે સિવાય પણ તેના ઘણા ફાયદા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેતૂર ખાવાના 7 ફાયદા


1. કાકડા દૂર કરે છે
શેતૂર સેવન ગળા માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જ્યારે કાકડા થયા હોય ત્યારે આ ફળનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે. કાકડાથી પરેશાન વ્યક્તિ શેતૂરનું જ્યૂશ બનાવીને પી શકે છે.


2. કબજિયાત થતી નથી
શેતૂર ખાવાથી પેટ પણ ખૂબ તંદૂરસ્ત રહે છે. જો તમને પેટમાં દુખાવો થાય છે અથવાતો તમને કબજિયાત રહે છે તો પહેલા શેતૂરનું જ્યૂશ બનાવી લો. તેમાં થોડી માત્રામાં પીપરમિન્ટનું ચુર્ણ નાખીને પીવો તો રાહત મળશે. શેતૂરમાં રહેલું ફાઇબર પેટની પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.


3. ડાયાબિટીસ માટે રામબાણ
સુગર કે ડાયાબિટીસના દર્દીઓ માટે શેતૂર રામબાણ ઈલાજ છે. જે લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના હોય તેમણે શેતૂરનું સેવન કરવું જોઈએ. શેતૂરમાં રહેલા પ્લાઝમા ગ્લુકોઝ વધારે છે, જે ઇન્સ્યુલિનનો પ્રતિકાર ઘટાડે છે.


4. કેન્સરમાં ફાયદાકારક
વિટામીન એ અને વિટામીન સી ઉપરાંત અન્ય ઘણા જરૂરી તત્વો શેતૂરમાં હોય છે. આ સિવાય એન્ટીઓક્સીડેન્ટની સંખ્યા પણ ભરપૂર છે જે આપણને કેન્સરના ફ્રી રેડિકલ્સથી બચાવે છે. એકંદરે, તે કેન્સરને આવતા અટકાવે છે.


5. આંખોનું વધારે છે તેજ
શેતૂર એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જેનો સીધો ફાયદો આપણી આંખોને મળે છે. શેતૂર આંખના રેટિનાને નુકસાનથી બચાવે છે. તે મોતિયા જેવા રોગોમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.


6. રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ઉપર જણાવ્યા મુજબ, શેતૂરમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે આપણને રોગ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. કોરોના કાળમાં દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિને લઈને ચિંતિત છે. ત્યારે શેતૂરના સેવનથી ખૂબ ફાયદો થશે.


7. દિમાગ થાય છે તેજ
ઉંમર વધવાની સાથે મગજ ધીમી ગતિએ કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે વૃદ્ધ થઈએ છે ત્યારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ શેતૂરમાં જોવા મળતું ગ્લાયફોસેટ મગજને સ્વસ્થ રાખે છે. ખાસ વાત એ છે કે તે તણાવ પેદા કરતા તત્વોને રોકવાનો પણ પ્રયાસ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube