Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Cough Remedy: શું તમને પણ વાતાવરણની ઠંડકના કારણે ઉધરસ થઈ છે અને મટવાનું નામ નથી લેતી ? કોઈ દવા કે સીરપ અસર નથી કરતા ? તો એકવાર આ કાઢો ટ્રાય કરી જુઓ. ઝડપથી રાહત થઈ જશે.
Cough Remedy: ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ શરદી, ઉધરસ જેવી સમસ્યા પણ વધે છે. તેમાં પણ ઉધરસ એક વખત થઈ જાય તો પછી ઝડપથી મટવાનું નામ નથી લેતી. ઉધરસના કારણે તો હાલ બેહાલ થઈ જાય છે.. ઉધરસ સૌથી વધારે સુતી વખતે આવે છે. ઘણા લોકોને ઉધરસ એટલી બધી આવે છે કે છાતીમાં દુખાવો થવા લાગે. ઉધરસમાં ઘણી વખત દવા પણ અસર કરતી નથી.
આ પણ વાંચો: પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
લાંબા સમયથી ઉધરસ આવતી હોય તો ગળામાં અને છાતીમાં દુખાવો રહે છે. પરંતુ આ શિયાળામાં ઉધરસ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઘરેલુ ઉપાય ઉધરસની સમસ્યામાં તુરંત રાહત આપે છે. જો ઘરમાં કોઈને પણ ઉધરસ થાય તો આ ઉકાળો બનાવીને પીવડાવી દો ગણતરીના દિવસોમાં જ ઉધરસ માટે જશે.
આ પણ વાંચો: કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
ઉકાળો બનાવવાની સામગ્રી
મુલેઠીનો એક ટુકડો, વરીયાળી એક ચમચી, મધ જરૂર અનુસાર, એક કપ પાણી
ઉકાળો બનાવવાની રીત
આ પણ વાંચો: અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં પાણી કાઢી તેને ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય પછી તેમાં મુલેઠીનો ટુકડો અને વરીયાળી ઉમેરી પાંચ થી દસ મિનિટ ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલી જાય તો પાણીને ગાળી લો. હવે આ પાણીને થોડું ઠંડુ થવા દો. પાણી જ્યારે હુંફાળું ગરમ હોય ત્યારે તેમાં મધ ઉમેરો. આ રીતે તૈયાર કરેલો કાઢો સવારથી રાત સુધીમાં 2, 3 વખત પી લેજો. તમને એક રાતમાં જ રાહતનો અનુભવ થવા લાગશે.
આ પણ વાંચો: દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
ઉકાળામાં વપરાયેલી મુલેઠી એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. મુલેઠીથી ગળાના દુખાવા અને સોજાને ઓછા કરે છે. સાથે જ ઉધરસને શાંત કરીને શ્વાસનળીને રાહત આપે છે. ઉકાળામાં જે વરીયાળી ઉમેરવામાં આવે છે તે શરીરમાંથી વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. મધ શરીરને ઇન્ફેક્શનથી પણ બચાવે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)