Health Tips: અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત
Health Tips: અર્જુનની છાલ અને મુલેઠી એવી વસ્તુઓ છે જે શરીરનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. જરૂરી છે કે તેનો ઉપયોગ કરવાની સાચી રીત ખબર હોય. આજે તમને જણાવીએ આ બંને વસ્તુથી બનતા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિશે.
Trending Photos
Health Tips: આયુર્વેદમાં અર્જુનની છાલને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અર્જુનની છાલમાં ઘણા બધા પોષક તત્વ હોય છે. તેમાં મુખ્ય રીતે એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. અર્જુનની છાલની જેમ મુલેઠી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે ઔષધીય ગુણનો ભંડાર છે. તેનો ઉપયોગ કરવાથી નબળી ઈમ્યુનિટી બુસ્ટ થઈ શકે છે.
અર્જુનની છાલ અને મુલેઠીનો ઉકાળો નિયમિત રીતે પીવાથી પણ શરીરની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકોને એ વાતની ખબર નથી હોતી કે આ કાઢો કેવી રીતે બનાવવો. તો ચાલો આજે તમને જણાવીએ અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી થતા ફાયદા અને તેને બનાવવાની રીત વિશે પણ જણાવીએ.
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાના ફાયદા
1. અર્જુનની છાલ અને મૂલેઠીનો કાઢો પીવાથી હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે. જો નિયમિત રીતે તમે આ કાઢો પીવો છો તો તેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને હાઈ બ્લડ સુગર કંટ્રોલમાં રહેવા લાગે છે.
2. અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી નબળી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ બંને વસ્તુ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને શરદી , ઉધરસ જેવી સમસ્યાને દૂર રાખે છે.
3. હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે અર્જુનની છાલ અને મુલેઠીનું સેવન કરવું જોઈએ. આ બંને વસ્તુ બેડ કોલેસ્ટ્રોલ કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર તેમજ હાર્ટ સંબંધિત સમસ્યાઓને કંટ્રોલ કરે છે.
4. અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વેટ લોસ ઝડપથી થઈ શકે છે. આ બંને વસ્તુનું સેવન કરવાથી શરીરની વધારાની કેલેરી ઝડપથી બળે છે અને વજન ઘટે છે
5. મુલેઠી અને અર્જુનની છાલનો કાઢો પીવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળશે. તેનાથી મગજને શાંતિ મળે છે અને સ્ટ્રેસ ઘટે છે. આ કાઢો પીવાથી ઊંઘ પણ સારી આવે છે.
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો
આ હેલ્ધી કાઢો બનાવવા માટે બે કપ પાણી ઉકાળો અને તેમાં એક ઇંચનો અર્જુનની છાલનો ટુકડો અને એક ઇંચનો મુલેઠીનો ટુકડો ઉમેરો. પાણી ઉકળીને એક કપ જેટલું બચે પછી તેને ગાળી અને તે હૂંફાળું ગરમ હોય ત્યારે જ પી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે