નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો. પરંતુ તમને ખબર છે કે તેના લીધે તમારા શરીરમાં ભારે નુકસાન પણ થઇ રહ્યું છે? જી હાં આ સાચું છે કે ડોક્ટરની સલાહ વિના મલ્ટી-વિટામીન્સનું સેવન ન કરવું જોઇએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરને થઇ શકે છે નુકસાન
ફોર્ટિસ હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગના પ્રમુખ ડો. સુનીતા મિત્તલનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવા માટે લોકો હાલ મલ્ટી-વિટામીનનું ખૂબ સેવન કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા વિટામિન છે જેનું સેવન કરવું ખતરનાક પરિણામ આપી શકે છે. જોકે વિટામિન ડીનું વધુ માત્રામાં સેવન અક્રવાની શરીરમાં લકવાનો ખતરો પેદા થઇ શકે છે. આમ તો કોઇપણ દવાના સેવન પહેલાં ડોક્ટરોની સલાહ લેવી સૌથી સમજદારીભર્યું પગલું છે. 


સારી કંપનીઓની મલ્ટી-વિટામીન ખાવી સમજદારી
એપોલો હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસીન વિભાગના સીનિયર કંસલટેન્ટ ડો. તરૂણ સાહનીનું કહેવું છે કે મલ્ટી વિટામીનના કોમ્બોવાળી દવાઓનું સેવન કરવું યોગ્ય છે. જોકે તમે વિટામીનનું અલગ-અલગ સેવન કરી રહ્યા છો તો માત્રા પણ લગાવવી મુશ્કેલ હોય છે. એવામાં સારી કંપનીઓના મલ્ટી વિટામીન કોમ્બો ડોક્ટરી સલાહ સાથે ફાયદાકારક હોય શકે છે. 


ઉલ્લેખનીય છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો જે લોકોની ઇમ્યૂનિટી મજબૂતી હોય છે તેમાં કોરોના વાયરસ હુમલો કરી શકતો નથી. મજબૂત ઇમ્યૂનિટીવાળા લોકો કોરોનાથી જલદી ઠીક થાય છે. એટલા માટે હાલ આખી દુનિયામાં મલ્ટી વિટામીન ખાવાનું ચલણ વધ્યું છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube