Muscle Pain: ગરબા રમી રમીને શરીરમાં થાય છે દુખાવા ? તો આ ઉપાયોથી તુરંત મળશે રાહત
Muscle Pain: નવરાત્રિ ચાલી રહી છે અને નાના-મોટા સૌ કોઈ રાત્રે મનમુકીને ગરબા રમે છે. જેના કારણે શરીરમાં દિવસ દરમિયાન થાક અને દુખાવો અનુભવાય છે. જો આ સમસ્યા વધી જાય તો તેના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ કે તમે સ્નાયૂના દુખાવા અને થાકથી કેવી રીતે રાહત મેળવી શકો છો.
Muscle Pain: નવરાત્રિ ચાલી રહી છે અને નાના-મોટા સૌ કોઈ રાત્રે મનમુકીને ગરબા રમે છે. જેના કારણે શરીરમાં દિવસ દરમિયાન થાક અને દુખાવો અનુભવાય છે. જો આ સમસ્યા વધી જાય તો તેના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત દિવસે લોકોની દિનચર્યા પણ દોડધામ ભરેલી હોય છે. કામના પ્રેશર, વ્યસ્ત જીવનશૈલી, મુસાફરીના કારણે પણ શરીર થાકી જાય છે. જો કે શરીરમાં થાક અને દુખાવો કોઈપણ કારણથી થાય પરંતુ તે સમયે લોકોની ઈચ્છા એક જ હોય કે તેને દુખાવાથી રાહત તુરંત મળે. ત્યારે આજે તમને જણાવીએ કે તમે સ્નાયૂના દુખાવા અને થાકથી કેવી રીતે રાહત મેળવી શકો છો.
થાક પછી શરીરના દુખાવાને દુર કરવાના ઉપાય
આ પણ વાંચો:
પેટમાં ગેસના કારણે થાય છે દુખાવો ? તો રસોડાની આ 5 વસ્તુઓમાંથી ટ્રાય કરો કોઈ એક
સૂંઠ બીમારીઓ દુર કરી શરીરને રાખે છે તંદુરસ્ત, જાણો કઈ બીમારીમાં કેવી રીતે કરવો ઉપયોગ
Health Tips:ઠંડીની ઋતુમાં ન પડવું હોય બીમાર તો અત્યારથી ડાયટમાં સામેલ કરો આ 6 વસ્તુઓ
કસરત કરવી
એવી ઘણી કસરતો છે જેની મદદથી તમે શરીરના દુખાવાથી ઝડપથી રાહત મેળવી શકો છો અને જો તમે દરરોજ 30 મિનિટ કસરત કરો છો તો સ્નાયુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે અને તમને થાક લાગતો નથી. આ સિવાય તમે દરરોજ સવારે યોગ અને ધ્યાન કરી શકો છો.
બોડી મસાજ
શરીરના દુખાવાથી રાહત મેળવવા માટે બોડી મસાજ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના ગેજેટ્સ પણ ઉપલબ્ધ છે જેનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો.
સ્વસ્થ આહાર
યોગ્ય આહાર શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરી શકે છે. તાજા ફળ, શાકભાજી, આખા અનાજ અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.
આરામ કરો
થાક લાગ્યા પછી આરામ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે. જો તમે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ કરો છો તો થાક ઓછો થાય છે અને શરીરના સ્નાયુઓ હળવા થાશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)