Dry Ginger Benefits: સૂંઠ બીમારીઓ દુર કરી શરીરને રાખે છે તંદુરસ્ત, જાણો કઈ બીમારીમાં કેવી રીતે કરવો ઉપયોગ

Dry Ginger Benefits: આયુર્વેદ અનુસાર ગેસ અને અપચાથી મુક્તિ મેળવવા માટે સૂંઠથી સારી દવા દુનિયામાં બીજી કોઈ નથી. સૂંઠ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણી બીમારીઓથી રાહત પણ આપે છે. સૂંઠનો પાઉડર ભોજનમાં ઉમેરવાથી જમ્યા પછી ગેસ કે અપચાની સમસ્યા થતી નથી.

Dry Ginger Benefits: સૂંઠ બીમારીઓ દુર કરી શરીરને રાખે છે તંદુરસ્ત, જાણો કઈ બીમારીમાં કેવી રીતે કરવો ઉપયોગ

Dry Ginger Benefits: સૂંઠમાં પણ આદુના બધા જ ગુણ હોય છે. આયુર્વેદ અનુસાર ગેસ અને અપચાથી મુક્તિ મેળવવા માટે સૂંઠથી સારી દવા દુનિયામાં બીજી કોઈ નથી. સૂંઠ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણી બીમારીઓથી રાહત પણ આપે છે. સૂંઠનો પાઉડર ભોજનમાં ઉમેરવાથી જમ્યા પછી ગેસ કે અપચાની સમસ્યા થતી નથી.

સૂંઠ બનાવવાની રીત

સૂંઠ બનાવવા માટે આદુને છોલ્યા વિના સુકવવું. ત્યાર પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવેલું આદુ વધુ અસરકારક હોય છે. તેથી તેને કુદરતી રીતે જ સુકવવું જોઈએ.

આ રીતે વિવિધ સમસ્યામાં કરી શકાય છે સૂંઠનો ઉપયોગ

આ પણ વાંચો:

- ભારે ખોરાકમાં સૂંઠ ઉમેરીને ખાવાથી જમ્યા પછી થતો અપચો અને પેટના રોગો મટે છે.

- જે લોકોને શરદી વારંવાર થતી હોય છે તેમણે સૂંઠને પાણીમાં ઉકાળી પીવી જોઈએ.  

- શરદી મટાડવા માટે સૂંઠ અને કાળા મરીને સમાન માત્રામાં લઈને પીસી લો. આ પાવડરની એક ચમચી રોજ મધ સાથે ચાટવાથી જૂની શરદી મટે છે.

- સૂંઠ દર્દ નિવારક પણ છે. સૂંઠ અને હીંગના પાવડરને ગરમ પાણી સાથે લેવાથી દરેક પ્રકારના દુખાવામાં રાહત મળે છે.

- નાના બાળકોને ઝાડા થયા હોય તો સૂંઠ અને જાયફળને પીસીને પાણીમાં મિક્સ કરીને નાના બાળકોને પીવડાવો. તમને ઝાડામાંથી તાત્કાલિક રાહત મળશે.

- માથાના દુઃખાવાના દર્દીઓ માટે સૂંઠ એક અદ્ભુત દવા છે. સૂંઠને પાણી કે દૂધમાં પીસી તેની પેસ્ટને માથામાં લગાવવાથી દુખાવામાં આરામ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news