Lobia Benefits: શિયાળામાં આપણા શરીરને ગરમ રાખવા માટે અને એનર્જીથી ભરપૂર રાખવા માટે યોગ્ય આહાર ખાવો જરૂરી છે. આ વાતાવરણમાં લોબિયા ખાવાથી અદ્ભુત ફાયદા થાય છે. લોબિયા જેને બ્લેક આઈ બીન્સ પણ કહેવાય છે તે શરીરને સુપર ફૂડ સમાન અસર કરે છે. આ દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. લોબિયા શિયાળામાં ખાવાથી આ પાંચ મોટા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોબિયા ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે


એનર્જી મળશે 


લોબિયા દાળમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઊર્જા આપે છે શિયાળામાં આ દાળ ખાવાથી શરીરને ગરમાવો મળે છે અને સુસ્તી દૂર થાય છે. 


ઇમ્યુનિટી બુસ્ટ થાય છે 


લોબિયા દાળમાં વિટામીન સી, વિટામિન એ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. તેનાથી શિયાળામાં થતા વાયરલ ઇન્ફેક્શન અને ફ્લુથી બચી શકાય છે. 


આ પણ વાંચો: Healthy Eyes: આંખને હેલ્ધી રાખવા રોજ ખાવ આ ફળ, બાજ જેવી તેજ નજર થઈ જાશે


પાચનતંત્ર રહેશે સારું 


લોબિયા દાળમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે પાચનતંત્રને યોગ્ય રીતે રાખવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત જેવી તકલીફ દૂર થાય છે. શિયાળામાં પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો લોબિયાને નિયમિત પણ ખાઈ શકાય છે. 


હાર્ટ માટે લાભકારી 


લોબિયા દાળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાર્ટ માટે લાભકારી છે. તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે અને બ્લડ સેલ્સને સંતુલિત કરે છે. શિયાળમાં હાર્ટ એટેકનું જોખમ હોય છે તેવામાં આ દાળ ખાવાથી હાર્ટ સુરક્ષિત રહે છે. 


આ પણ વાંચો: Cumin And Honey: જીરું અને મધ ખાવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો ખાવાની સાચી રીત


વજન ઘટે છે 


જો તમે શિયાળામાં પણ વજનને કંટ્રોલ કરવા માંગો છો તો લોબિયા દાળથી બેસ્ટ કંઈ જ નથી. આ દાળમાં કેલેરી ઓછી હોય છે અને તેને ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ઓવર ઈટિંગથી બચી જાઓ છો. 


આ પણ વાંચો: Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12


લોબિયાનું સેવન કેવી રીતે કરવું ?


લોબિયા દાળને તમે અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. તેને બાફીને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને તેને વઘારીને દાળ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. લોબિયા શરીરને જરૂરી પોષણ આપે છે અને વાતાવરણના કારણે થતી બીમારીઓથી પણ બચાવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)